જનસેવા કેન્દ્રનો માનવીય અભિગમ : માતૃત્વનું સન્માન કરવા બાળકો માટે અલગથી ઘોડિયાઘર સહિત સરકારી યોજનાઓનું માર્ગદર્શન સાથે ‘જનસેવા કેન્દ્ર’નું નિર્માણ
ભરૂચ
જંબુસર પ્રાંત કચેરી ખાતે ધારાસભ્ય ડી.કે.સ્વામી અને નાયબ કલેક્ટર ડૉ. સુપ્રિયા ગાંગૂલી તેમજ નગરના વિવિધ અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતિમાં જંબુસર ખાતે નિર્માણ પામેલા અદ્યતન જનસેવા કેન્દ્રમાં, ઇ- ધરા કેન્દ્ર, આધારકેન્દ્ર અને સરકારી કચેરીઓમાં ટેકનોલોજીની સાથે માનવીય અભિગમ દાખવી માતૃત્વનું સન્માન કરવા બાળકો માટે અલગથી ઘોડિયા ઘર સુવિધાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
જંબુસર મામલતદાર કચેરી તાલુકાના વિસ્તારના અરજદારોના ધસારાને ધ્યાને લઈ અંદાજિત રૂપિયા ૩૫ લાખના ખર્ચે મામલતદાર કચેરી ખાતે નવીન જનસેવા કેન્દ્ર તૈયાર કરવામાં આવ્યું છે. આ જનસેવા કેન્દ્રમાં ૭/૧૨,૮ અ ના ઉતારા જાતિના દાખલા, રેશનકાર્ડ, આધાર કાર્ડ સહિતની વિવિધ સેવાઓ માટે લોકોને સરળતા ઉપલબ્ધ થશે.
આ નિર્ણાધિન જનસેવા કેન્દ્રમાં સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે અરજદારના વ્યક્તિગત માપદંડો (Criteria) મુજબ તે કઈ- કઈ યોજનાઓનો લાભ લેવા પાત્ર છે,તેમજ કઈ યોજના માટે મૂળ કયા – કયા ડોક્યુમેન્ટની જરૂરીયાત રહેશે તેની સચોટ માહિતી અહીંથી મળી રહે છે. આ વ્યવસ્થાને કારણે હવે અરજદારોને “કઈ યોજના મારા માટે છે ?” તેમાં મહત્વના કયા કયા ડોક્યુમેન્ટ છે,જાણવા માટે ક્યાંય ભટકવું નહીં પડે.
વધુમાં, વહીવટી તંત્ર દ્વારા સામાન્ય નાગરિકોની સુવિધામાં સ્ત્રીને પડતી અગડતાને ધ્યાનમાં રાખીને એક પ્રેરણાદાયી નવીન પહેલ કરવામાં આવી છે. સ્ત્રી સશક્તિકરણ માટે કચેરીમાં કામ અર્થ માટે આવતી મહિલાઓને હવે બાળકોની ચિંતા કર્યા વગર પોતાનું કામ પતાવવામાં સરળતા રહેશે. બાળકો માટે અલગથી ઘોડિયા ઘરની સુવિધા એ વહીવટી તંત્ર માતૃત્વની જવાબદારીઓને સમજે છે અને તેને માન આપે છે.
આ નાનકડા જનસેવા કેન્દ્રના પ્રોજેક્ટમાં ટેકનોલોજી, લોક કલ્યાણ અને માનવીય અભિગમનો સુંદર સમન્વય જોવા મળે છે. આ પ્રસંગે ધારાસભ્ય, પ્રાંત અધિકારી ડૉ. સુપ્રિયા ગાંગૂલી અને મામલતદારના હસ્તે અહીં વૃક્ષારોપણ કરીને પ્રકૃતિ પ્રત્યેની જવાબદારીનો સંદેશ તેમણે આપ્યો હતો.
સ્ત્રીએ જ્યારે પોતાના કામ અર્થે સરકારી કચેરીએ આવે છે, ત્યારે તેમને સુવિધાયુક્ત વાતાવરણ મળી રહે તે માટે ઘોડીયાઘર પણ જનસેવામાં કાર્યરત કરવામાં આવ્યું છે. જાહેર સ્થળે આવી નાની પણ મહત્વપૂર્ણ સુવિધાઓ ઊભી થતા સામાન્ય નાગરિકોનો તંત્ર પરનો વિશ્વાસ અનેકગણો વધી જાય છે.
આ પ્રસંગે, ધારાસભ્ય સહિતના મહાનુભાવોએ જનસેવા કેન્દ્ર સેન્ટરની વિવિધ સેવાઓ વિશે જાણકારી મેળવી નવીન જનસેવા કેન્દ્ર બનવાથી લોકોને વિવિધ સેવાઓ સરળતાથી મળશે તેવી આશા વ્યક્ત કરી હતી અને કચેરીમાં અપાતી વિવિધ સેવાઓની જાત ચકાસણી કરી વિવિધ યોજનાકીય લાભો અને સેવાઓ અરજદારોને સરળતાથી મળી રહે તે માટે સુચના આપી હતી.
આ પ્રસંગે, પ્રાંત અધિકારી, મામલતદાર, સ્થાનિક અગ્રણીઓ અને મામલતદાર કચેરીના કર્મયોગીઓ અને નગરજનો સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
