Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગુજરાત ફ્લોરો કેમિકલ્સ લિમિટેડ દહેજ ખાતે સ્વતંત્ર પર્વ ની ઉલ્લશભેર વાતાવરણમાં ઊજવણી

Share

ભરૂચ જિલ્લાના દહેજ પંથકમાં આગવું મહત્વ ધરાવતી ગુજરાત ફ્લોરો કેમિકલ્સ લિમિટેડ દહેજ દ્વારા સ્વતંત્ર પર્વની ઊજવણી કરવામાં આવી હતી. જેનું સમગ્ર આયોજન ખૂબ ઉત્સાહજનક હતું. કંપનીના યુનાઇટેડ સનતકુમારના વરદ હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. આ દિવસે વિવિધ સ્પર્ધાના વિજેતાઓને પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. વધુમાં કર્મચારીના બાળકોના ભણતરમાં આગળ આવે તે માટે મેનેજમેંટ દ્વારા ધોરણ 10 અને 12 માં ઊંચી ટકાવારી સાથે પાસ થયેલ વિધ્યાર્થીઓને ઇનામો આપવામાં આવ્યા હતા. જયારે ધ્વજવંદનના કાર્યક્રમમાં સંસ્થાના એચ. આર હેડ ડૉ. સુનિલ ભટ્ટ દ્વારા દેશભક્તિનું વાતાવરણ અને રંગત જમાવવામાં આવી હતી. તેમના દ્વારા ગવાયેલ સુંદર રચનાઓ રાષ્ટ્રીય ભક્તિની સરવાણી સામિ સાબિત થાઇ હતી. એચ.આર હેડ ડૉ.સુનિલ ભટ્ટ કર્મચારીઓના શારીરિક અને માનસિક વિકાસ અંગે ભગીરથ કાર્ય કરી રહ્યા છે. જેથી કંપનીનો ઉતરોઉતર વિકાસ થઇ રહ્યો છે. આ પ્રસંગે સીઇ.ઇ.ઓ ભટ્ટાચાર્ય ઇએસએસ હેડ મનોજ કામલીયા અને એચ આર મેનેજર ધવલસિંહ સોલંકી તેમજ 500 થી વધુ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા .

Advertisement

Share

Related posts

કારની ટક્કરે બાઇક સવાર યુવાનને ગંભીર ઇજા

ProudOfGujarat

ઝઘડીયા બ્રિટાનીયા કંપની દ્વારા લોકડાઉન સમયગાળાનો પગાર નહીં ચૂકવાતા કામદારોએ સતત બીજા દિવસે પણ ધરણાં પ્રદર્શન કર્યું.

ProudOfGujarat

ભરૂચ : “મુન્શી ટ્રસ્ટ અને ઇલેકટોરલ લિટરસી ક્લબ”ના સયુંકત ઉપક્રમે “મતદાન જાગૃતિ રેલી ” યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!