Proud of Gujarat
GujaratFeaturedINDIA

નગરપાલિકાની દબાણ હટાવ કામગીરી સામે સ્થાનિકોએ બાંયો ચઢાવી.

Share

આજરોજ ભરુચ નગરપાલિકાના કર્મચારિઓ દ્વારા ધોળીકૂઈ ધોળેશ્વર મહાદેવ મંદિર પાસે પથારા અને લારી-ગલ્લાવાળાના રસ્તા પરના દબાણ દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરતાં તંત્રના આ પગલાં સામે સ્થાનિકો તેમજ પથારા લારી-ગલ્લાવાળાઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને ‘તુંતું’ મેં મેં ના દ્રશ્યો સર્જાયા હતા.
ભરૂચ નગરપાલિકાના કર્મચારીઓને સ્થાનિકો વચ્ચેની ઉગ્ર બોલાચાલી, ગાળાગાળીના પગલે પોલીસ ફરિયાદ પણ થાય તેવી સંભાવના છે.
એક તરફ આ લારી-ગલ્લાવાળાના દબાણો દૂર કરાય છે જયારે બીજી તરફ નગરપાલિકા 5:00 વાગ્યા પછી કામગીરી પૂર્ણ કરે છે ત્યારે શોપિંગ સેન્ટરોના પાર્કિંગમાં ગેરકાયદેસર ટેબલો ગોઠવી પાર્કિંગની જગ્યામાં જ ગ્રાહકોને ચા-પાણી નાસ્તો પીરસી દબાણ જમાવતા દુકાનદારો પર ક્યારે કાર્યવાહી કરશે ? શું તે પણ દબાણ નથી ? સાથોસાથ પાર્કિંગની જગ્યામાં ટેબલ ખુરશીઓ ખડકી દેવતા લોકો રસ્તા પર પાર્કિંગ કરે છે જેના પરિણામે શહેરમાં સાંજે ટ્રાફિકની સમસ્યા રહે છે. તો આ લારી ગલ્લાવાળા સાથો-સાથ આ દબાણ પર નગરપાલિકાએ ના દૂર કરવું જોઈએ ? ટ્રાફિક પોલીસે પણ કેસના દાખલ કરવો જોઈએ ? જેવી ચર્ચાએ શહેરમાં જોર પકડ્યું છે.

Advertisement

Share

Related posts

પાંડવાઈ સુગરની ચૂંટણીમાં સહકાર પેનલનો ક્લીન સ્વીપ, તમામ 16 બેઠકો કબજે : 14 બેઠકો બિનહરીફ જીત્યા બાદ 2 બેઠકોની મતગણતરીમાં પણ સહકાર પેનલનો દબદબો; અનુસૂચિત જાતિ બેઠક પર નટવર વસાવા અને કદરામા ઝોનમાં વિનોદ પટેલ વિજેતા

ProudOfGujarat

માંગરોળ તાલુકાના વસરાવી નર્સિંગ કોલેજમાં તથા વાંકલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા અટલ બિહારી વાજપેયી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ વાંકલ ખાતે વિશ્વ વસ્તી દિવસ ની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

વોર્ડ નંબર ૨ ના ઘાસ મંડાઈ વિસ્તારમાં કાંસની અધુરી કામગીરીના કારણે વોર્ડ નંબર ૧૦ માં વરસાદની ઋતુનો અનુભવ કરતાં લોકો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!