Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભાવનગરના ગ્રામીણ વિસ્તારોમાં વડ સાવિત્રી પૂજન કરવામાં આવ્યું.

Share

ભાવનગરની શીશુવિહાર સંસ્થામાં છેલ્લાં ૮૩ વર્ષથી વડપૂજનની સેવા આપતો અમૂભાઇ જોષી પરિવાર વટ સાવિત્રી વ્રત જ્યેષ્ઠ પૂર્ણિમાના દિવસે મનાવવામાં આવે છે. તેને જેઠી પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. આ દિવસે પ્રાપ્ય અને શુભ યોગનો પણ સંગમ છે. ભારતમાં વટસાવિત્રીના અવસરે વડપૂજનનું અનોખું મહત્વ છે. પતિના દિર્ઘાયુષ્ય માટે ભારતીય નારી વડની સૂતરના તાંતણે પ્રદક્ષિણા કરી કામના કરે છે. આ દિવસે વટવૃક્ષ નીચે સાવિત્રી, સત્યવાન અને યમની માટીની મૂર્તિઓ સ્થાપિત કરીને પૂજા કરવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિની જાણીતી કથા સત્યવાન અને સાવિત્રીની કથા સાથે આ તહેવાર જોડાયેલી છે. જેમાં સતિ સાવિત્રી પોતાના મૃત પતિ સત્યવાનને યમરાજ પાસેથી ફરીથી જીવિત કરીને પરત લાવે છે. જેઠ માસમાં પડતાં વ્રતોમાં વટ અમાસને ઉત્તમ અને પ્રભાવી વ્રતોમાંથી એક માનવામાં આવે છે. આ વ્રત કરીને સૌભાગ્યવતી મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય અને સુખ-સમૃદ્ધિની કામના કરે છે.

આ દિવસે મહિલાઓ વ્રત રાખીને વટ વૃક્ષ પાસે જઇને વિધિવત પૂજા કરે છે. આ સાથે જ વટ વૃક્ષની પરિક્રમા કરે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આમ કરવાથી પતિના જીવનમાં આવનારી દરેક બાધા દૂર થાય છે અને સુખ-સમૃદ્ધિ સાથે લાંબા આયુષ્યની પ્રાપ્તિ થાય છે તેવી માન્યતા છે. આવામાં આપણે એક એવાં પરિવારની વાત કરવી છે કે, જે છેલ્લાં ૮૩ વર્ષથી વડસાવિત્રીના વ્રત અવસરે ભાવનગરની મહિલાઓને વડની નિઃશૂલ્ક પૂજા કરાવે છે. ભાવનગરનાની શીશુવિહાર સંસ્થામાં છેલ્લા ૮૩ વર્ષથી પ્રત્યેક વડસાવિત્રી પૂર્ણિમાએ વડ પૂજન થાય છે. અને આ પૂજન અમૂભાઇ જોષી પરિવાર છેલ્લી ચાર પેઢીથી વૃક્ષ સેવાર્થે નિઃ સ્વાર્થ ભાવે કરતો આવ્યો છે. સ્ત્રીઓ પારિવારિક જીવનના સંરક્ષણ સાથે પર્યાવરણને સમૃદ્ધ રાખતાં વડલાની છાંયડામાં વિકસતાં જૈવિક વિજ્ઞાનને આડકતરી રીતે રીતે સમજવાનો પ્રયત્ન કરે છે. આપણા રાષ્ટ્રની પરંપરામાં વણી લેવાયેલાં પ્રાકૃતિક જીવનને સંરક્ષિત રાખતાં રીતરિવાજોને વંદન છે તે સાથે ચાર-ચાર પેઢીથી આ સંસ્કાર વારસાને જીવંત રાખનાર અમૂભાઇ જોષી પરિવારને પણ લાખ- લાખ અભિનંદન છે.

Advertisement

Share

Related posts

વડોદરા શહેરમાં પ્રથમ દિવસે ૧૯૬૨ એનિમલ હેલ્પલાઇનની ટીમે ૧૯ ઘાયલ પક્ષીઓની કરી સારવાર

ProudOfGujarat

વડોદરામાં રેસકોર્સ ખાતે કોંગ્રેસ કાર્યકરોએ મોંઘવારી વિરુદ્ધ ધરણાં પ્રદર્શન કર્યું.

ProudOfGujarat

વલસાડમાં અસ્થિર મગજના ઈસમે નશામાં રાહદારી મહિલા ઉપર બાટલી વડે હુમલો કર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!