Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકા કૉંગ્રેસ સમિતિ દ્વારા ઉમરાળા મામલતદાર ને આવેદનપત્ર પાઠવ્યું

Share

કિશન સોલંકી (ભાવનગર)

 

Advertisement

– ખેડૂતોના મુદ્દે કોંગ્રેસ આક્રમક, ઉમરાળા કોંગ્રેસે રેલી યોજી, મામલદાર કચેરી સરકાર વિરોધી સૂત્રચારથી ગુંજી ઉઠી..
– પ્રદેશના આદેશ અનુસાર દરેક તાલુકા અને જિલ્લા મથકે કાર્યક્રમના અનુસંધાને આજે ઉમરાળા કોંગ્રેસ દ્વારા રેલી કાઢીને આવેદનપત્ર આપવાના કાર્યક્રમનું આયોજન કરાયું હતું ગુજરાત સહિત દેશભરમાં ખેડૂતો વિવિધ સમસ્યાઓના મુદ્દે રસ્તા પર ઉતર્યા છે. કૃષિ મેળા યોજીને કરોડો રુપિયાનો ધુમાડો કર્યાં બાદ પણ ખેડૂતોની દશામાં કોઇ સુધારો થયો નથી. ખેડૂત આંદોલનને ટેકો આપી કોંગ્રેસે આજથી તા.૮,૯,૧૦ મીંએ ગુજરાત ભરમાં ધરણાં,રસ્તા રોકો અને જેલભરો આંદોલનનુ એલાન કર્યુ છે.કોંગ્રેસે ખેડૂતોની લડતમાં સહભાગી બની છે તાલુકા-જીલ્લાસ્તરે વિરોધ પ્રદર્શન કરવા નક્કી કર્યુ છે. એટલું જ નહીં,ભાજપ સરકારને જગાડવા ઘંટારવ કાર્યક્રમ યોજવા પણ કોંગ્રેસે આયોજન ઘડયુ છે જેના અનુસંધાને  ઉમરાળા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉતારાચોક ખાતે એકઠા થઇને સરકાર વિરોધી સૂત્રચાર કર્યા હતા અને ત્યાં થી મામલતદાર કચેરી સુધી રેલી યોજીને આવેદનપત્ર સુપ્રીત કર્યું હતું રેલી દરમિયાન ઉભા રોડ પર સરકાર વિરોધી સૂત્રચાર કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું જ્યારે મામલતદાર કચેરી પણ સુત્રોચારથી ગુંજી ઉઠી હતી કાર્યક્રમમાં તાલુકા અગ્રણી આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા..

કાર્યક્રમ નું આયોજન ધારાસભ્ય પ્રવીણભાઈ મારુ ના અધ્યક્ષ સ્થાને યોજાયેલ

ઉપસ્થિત અગ્રણીઓ ધારાસભ્ય પ્રવીણભાઈ મારૂ  તાલુકા પંચાયત પ્રમુખ કિરણસિંહ ગોહિલ માજી. તાલુકા પંચાયત પ્રમુખ ચેતનસિંહ તાલુકા કૉંગ્રેસ સમિતિ પ્રમુખ બાવસદભાઈ જાદવ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો અને કૉંગ્રેસ કાર્યકર્તા જોડાયા હતા


Share

Related posts

ભરૂચ જિલ્લાનાં 1600 થી વધુ ખેડૂતોને આવકવેરા વિભાગ દ્વારા નોટિસ આપવાનો મામલો વધુ ગરમાયો,ખેડૂતો આંદોલનનાં માર્ગે-જાણો વધુ.

ProudOfGujarat

પરીક્ષા પાસ કરાવવાની લાંચ લેવામાં કર્મચારી ફેલ : ACB એ છટકું ગોઠવી વલસાડ કોલેજનાં લેબ આસિસ્ટન્ટને લાંચ લેતાં ઝડપી પાડયો.

ProudOfGujarat

નડિયાદ : નમકીનની ફેક્ટરીમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!