Proud of Gujarat
FeaturedGujaratINDIA

છોટાઉદેપુર : વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડતી કવાંટ પોલીસ.

Share

છોટાઉદેપુર જીલ્લાના કવાંટ પોલીસે ધનીવાડા ગામે રોડ ઉપરથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી લીધો હતો. આ અંગે મળતી વિગતો મુજબ ઉચ્ચ અધિકારીઓ તરફથી જીલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિ નાબુદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા મળેલ સુચના અંતર્ગત કવાંટ પીએસઆઇ સી.એમ.ગામીત તથા પોલીસ સ્ટાફના માણસો નાઈટ રાઉન્ડ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી મળેલ કે ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે આકાશ ઉર્ફે બીટુ ઇન્દ્રવદન દેસાઈ રહે. વડોદરાનો વિદેશી દારૂ લઈ જઈ રહ્યો છે. કવાંટ પોલીસ ટીમે બાતમી મુજબના સ્થળે ખાનગી રાહે વોચ કરી તપાસ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડયો હતો. પોલીસે ઘટનાસ્થળેથી રૂ.૪,૧૩,૩૬૦ નો મુદ્દામાલ ઝડપી પાડયો હતો. આ સંદર્ભે કવાંટ પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

ફૈજાન ખત્રી જિ.છોટાઉદેપુર

Advertisement

Share

Related posts

ભારતની ગોલ્ડન હેટ્રિક, ક્રિકેટ બાદ મેન્સ કબડ્ડીમાં જીત્યો ગોલ્ડ મેડલ

ProudOfGujarat

સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ અને માંગરોળ સમિતિ દ્વારા મા. મહોદય શ્રી રાષ્ટ્રપતિને સંબોધીને પેટ્રોલ અને ડીઝલનાં અસહ્ય ભાવ વધારા સામે માંગરોળ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના વણાકપોર ગામનું ગૌરવ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!