Proud of Gujarat
INDIAFeaturedGujarat

છોટાઉદેપુર જિલ્લાનાં મુખ્ય મથકને અડીને આવેલ ઝોઝ SBI નાં કર્મચારીઓની કૌશલ્યશીલ કામગીરીનાં કારણે મૃતક પરિવારને સમયે તેના કલેમની રકમ મળી આવતાં બેંક કર્મચારીઓનો આભાર માન્યો હતો.

Share

છોટાઉદેપુર જિલ્લાનાં મુખ્ય મથકને અડીને આવેલ ઝોઝ એસબીઆઇનાં કર્મશીલ કર્મચારીઓની કૌશલ્યશીલ કામગીરીનાં કારણે મૃતક પરિવારને સમયે તેના કલેમની રકમ મળી આવતા પરિવારજનોને આર્થિક ટેકો મળી આવતાં બેંક કર્મચારીઓનો આભાર માન્યો હતો. મળેલી વિગતો મુજબ ઝોઝ ગામનાં વતની કિશનભાઇ ગભરૂભાઈ હરીજનનું મૃત્યુ 2 મે 2020 નાં રોજ થયેલ હતું. જે બાબતે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની ઝોઝ  શાખામાંથી 15 દિવસ પહેલા જ કલેમ મોકલવામાં આવેલ હતું જેના વીમાની ચુકવણી તારીખ 30-6-2019 નાં રોજ રૂપિયા બે લાખ સીધા લાભાર્થીનાં ખાતામાં જમા કરવામાં આવ્યા હતા. આમ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનાં કર્મચારીઓની સેવાભાવી અને ઉત્સાહી કાર્યશૈલીનાં પરિણામે મૃતક પરિવારને સમયસર આ કપરી પરિસ્થિતિમાં આર્થિક મદદ મળી રહેતા બેંક કર્મચારીઓનો આ પરિવારે આભાર માન્યો હતો.

તૌફીક શૈખ, છોટા ઉદેપુર

Advertisement

Share

Related posts

અંક્લેશ્વર સુરતી ભાગોળ વિસ્તારમાં ઝુંપડપટ્ટીમાં પાણી ભરાયાં…

ProudOfGujarat

ભરૂચ : દારૂ બિયરનાં બુટલેગરો બેફામ બનતા નેત્રંગ પોલીસે ખાતમો બોલાવતા 57,000 થી વધુનો મુદ્દામાલ પકડયો…. જાણો વધુ.

ProudOfGujarat

રાજકોટ-અમદાવાદ હાઈવે પર ટ્રક અને બે કાર વચ્ચે અકસ્માત થતાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!