Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં દહેજ જીઆઇડીસી યશસ્વી રસાયણ કંપનીમાં ગઈકાલે આગ લાગવાની ઘટનામાં મૃત્યુ આંક 10 ઉપર ગયો છે ત્યારે ઘાયલોની સંખ્યા 70 ઉપર પહોંચી છે આજે પણ એક ટેન્કમાં આગ લાગતા તંત્ર દોડતું થયું હતું.

Share

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાનાં દહેજ સેઝ 2 માં આવેલી યશસ્વી લિમિટેડ કંપનીમાં ગઈ કાલે 11:00 વાગ્યે ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન સર્જાયેલી દુર્ઘટનામાં લગભગ ૨૦૦ થી પણ વધુ લોકો પ્લાન્ટમાં હતા તે દરમિયાન આગ લાગવાની તેમજ પ્લાન્ટ ભસ્મીભૂત થવા સહીત આજુબાજુની કંપનીઓમાં પણ બોઇલર ફાટવાના કારણે કંપનીઓમાં ઉછળીને પડેલો કાટમાળના કારણે કેટલાક કામદારો ઘાયલ થયા હતા. જ્યારે કે એકથી બે કામદારોનું કાટમાળ પડવાના કારણે મોત નીપજ્યું હતું. ગઈકાલે બનેલી ઘટનામાં આજે સવાર સુધીમાં સારવાર લઈ રહેલા લોકો પૈકી વધુ બે લોકોના મોત થયા હતા. આમ યશસ્વી રસાયણ કંપનીમાં આગની દુર્ઘટનાઓમાં 10 લોકોના મોત થયા છે. જ્યારે 72 થી વધુ લોકો ઘાયલ થતાં તેઓને જિલ્લાની તેમજ વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે હાલ તો કંપનીમાં આજે સવારે કોઈક ટેન્કમાં ફરી આગ લાગતા ફાયર ફાઈટર અને વહીવટી તંત્ર દોડતું થયું હતું અને ગણતરીના કલાકોમાં આગને કાબુમાં લીધી હતી. જોકે આ ઘટના બાદ આટલી મોટી જીઆઇડીસી હોવા છતાં નજીકમાં એક પણ મોટી હોસ્પિટલ નહી હોવાથી ઘાયલ કામદારોની હાલત દયનીય બની ગઇ હતી જ્યારે કે આજે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ તેમજ હેલ્થ એન્ડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ ફેક્ટરી ઇન્સ્પેક્ટર ઘટના સ્થળે ગયા હતા જેમાં કંપનીને તાત્કાલિક ક્લોઝર આપી દેવામાં આવ્યું હતું. ત્યારે ગામલોકો અને કામદારો આલમમાં એવી ચર્ચા છે કે કંપનીને અપાયેલી ક્લોઝર એ અધિકારીઓનું ડહાપણ છે અને અને પેલી કહેવત સાબિત કરે છે કે રણ ડાયા પછીનું ડહાપણ શું કામનું તેવા પ્રશ્નો લોકોમાં થઈ રહ્યા છે. ત્યારે આજે ધાયાલોના પરિવારજનો સગા સંબંધીઓ હોસ્પિટલમાં પહોંચ્યા હતા તેઓમાં આક્રોશ હતો કે કંપનીમાંની દુર્ઘટના બાદ સેફટી મામલે પોલમ પોલ ચાલતી હતી. સેફ્ટી તપાસ કરનાર અધિકારીઓ કંપની ઉપર જઈને માત્ર આંટો મારી આવીને રિપોર્ટ લખતા હોવાનો આક્ષેપ કરી રહ્યા છે. હવે યોગ્ય વળતર મળે તે જરૂરી છે એટલું જ નહીં પણ મૃતક કામદારોના પરિવારજનોને પણ લાખો રૂપિયાનું વળતર મળે તેવી માંગણી કરી રહ્યા છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે આગામી દિવસોમાં જિલ્લાનું વહીવટીતંત્ર આ મામલે કામદારોને યોગ્ય વળતર અને ન્યાય અપાવે છે કે નહીં.

Advertisement

Share

Related posts

સુરત : અમરોલી વિસ્તારમાં આવેલી મારૂતિધામ સોસાયટીના 6 જેટલા ઘરોને તસ્કરોએ નિશાન બનાવી ચોરી કરી.

ProudOfGujarat

તાપી જીલ્લામાં ઠેર-ઠેર બિસ્માર રસ્તા …

ProudOfGujarat

જે.સી.આઇ અંકલેશ્વર દ્વારા મતદાન જાગૃતિ અભિયાન હેઠળ અંકલેશ્વર તાલુકામાં મતદાન અંતર્ગત મોટા હોર્ડિંગ બોર્ડ લગાવવામાં આવ્યા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!