Proud of Gujarat
INDIAFeaturedGujarat

દહેજનાં જાગેશ્વર નજીક નર્મદા નદીમાં દહેજ અને વિલાયત જી.આઈ.ડી.સી.નું પ્રદુષિત પાણી ભળતાં અસંખ્ય માછલીનાં મોત.

Share

ભરૂચ જિલ્લામાં આવેલી ઔદ્યોગિક વસાહતોમાં સૌથી વધુ પ્રદુષણ માટે અંકલેશ્વર અને પાનોલી જીઆઇડીસીની કંપનીઓનાં નામ આવે છે ત્યારે હવે ઝઘડીયા બાદ દહેજ અને વિલાયતની જીઆઇડીસીમાં આવેલી કંપનીઓ પણ કેમિકલયુક્ત પાણી છોડતી થઈ છે અને તેના કારણે હવે નર્મદા નદીમાં માછલીઓનાં મોત થઈ રહ્યા છે. જેમાં આજે વાગરા તાલુકાનાં જાગેશ્વર ગામ ખાતે નદી કિનારે અસંખ્ય માછલીઓ મૃત હાલતમાં નર્મદા નદીના કિનારે મળી આવી હતી. જેની જાણ આજુબાજુનાં ગ્રામજનો થતાં જેમાં પણ માછીમાર સમાજને થતા તેઓ દોડી આવ્યા હતા. તાત્કાલિક ધોરણે આ અંગે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને જાણ કરી હતી અને નમૂના લેવાની માંગણી કરી હતી. સાથે સાથે તેમણે એવા ગંભીર આક્ષેપો કર્યા હતા કે દહેજની કેટલીક કેમિકલ કંપની તેમજ વિલાયત GIDC માં આવેલી કેમિકલ કંપનીઓ દ્વારા કેમિકલ પ્રદૂષિત પાણી ખાડીઓમાં છોડી દેવામાં આવતા આ પાણી નર્મદા નદીમાં પડતાં તેના કારણે આ માછલીઓનાં મોત થયા છે. જ્યારે આ મામલે તપાસ કરી જવાબદારો સામે પગલાં ભરવામાં આવે તેમજ જે માછીમારો નુકસાન થયું છે તેમને વળતર આપવામાં આવે તેવી માંગણી કરી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ : ગુજરાતનાં જુનાગઢ અને કચ્છ વિસ્તારને પાકિસ્તાનનાં નકશામાં બતાવાથી પાંચબતી સર્કલ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કરાયો.

ProudOfGujarat

ભરૂચમાં બાઇક ચોરીના બે ગુનામાં ત્રણ આરોપીઓને રહિયાદ ચોકડી ખાતેથી ઝડપી પાડતી ક્રાઇમ બ્રાંચ.

ProudOfGujarat

છોટાઉદેપુર જિલ્લામાં સરપંચ પદના ૯૨૨ અને સભ્ય પદ માટે 3855 ઉમેદવારો મેદાનમાં.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!