Proud of Gujarat
INDIAFeaturedGujarat

દહેજ વેલ્ફેર હોસ્પિટલ ખાતે ઓક્સિજન જનરેટર પ્લાન્ટનું ઉદ્દઘાટન કરાયું.

Share

દહેજની જીએફએલ કંપનીએ દહેજ વેલ્ફેર હોસ્પિટલમાં રૂપિયા 25 લાખના ખર્ચે ઓક્સિજન જનરેટર પ્લાન્ટ ઉભો કરતા વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાના હસ્તે તેનું ઉદ્દઘાટન કરાયું હતું.

દહેજમાં આવેલ એક માત્ર અદ્યતન હોસ્પિટલ દહેજ વેલ્ફેર હોસ્પિટલમાં જીએફએલ કમ્પનીએ સીએસઆર પ્રવૃત્તિ હેઠળ રૂપિયા 25 લાખના ખર્ચે 10 એને એમ ક્યુબનો ઓક્સિજન જનરેટર પ્લાન્ટ ઉભો કરતા તેનો ઉદ્દઘાટન સમારોહ વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાની અધ્યક્ષતામાં યોજાયો હતો.

આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર સુમેરા, ભાજપના જિલ્લા મહામંત્રી ફતેસિંહ ગોહિલ, એપીએમસીના ચેરમેન નાગજીભાઈ ગોહિલ, વાઇસ ચેરમેન નરેન્દ્રસિંહ પરમાર, તાલુકા પંચાયતના પ્રમુખ કોમલબેન મકવાણા, જીએફએલ કંપનીના યુનિટ હેડ સનત કુમાર અને નીરજ અગ્નિહોત્રી તથા એચ આર હેડ સુનિલભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય અરુણસિંહ રણાએ ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્દઘાટન કરી આ પ્લાન્ટના પગલે હવે દર્દીઓને ઓક્સિજનની હાલાકી ભોગવવી નહિ પડે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. ધારાસભ્યએ દહેજ વેલ્ફેર હોસ્પિટલને કાયમી ધોરણે ચાલુ રાખવા અપીલ પણ કરી હતી. કાર્યક્રમમાં જીએફએલ કમ્પનીએ પણ સીએસઆર હેઠળ શ્રેષ્ઠ સેવાઓ પ્રદાન કરવાની ખાતરી આપી હતી.

Advertisement

Share

Related posts

પંચમહાલ: ટ્રક ચાલકે અડફેટે લેતા સસરા પુત્રવધુ પૌત્રના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત

ProudOfGujarat

નડિયાદ રામતલાવડી નહેર પાસે કેમીકલયુક્ત તાડી વેચાણ કરતી મહિલા ઝડપાઇ

ProudOfGujarat

નવી દિલ્હી: પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના અંતિમ સંસ્કાર આજે નવી દિલ્હી ખાતે સ્મૃતિ સ્થળમાં કરવામાં આવશે…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!