Proud of Gujarat
FeaturedGujaratINDIA

અબળા પર અત્યાચાર : દાહોદના ફતેપુરામાં પરિવારજનોએ મહિલાને જાહેરમાં ઢોર માર માર્યો

Share

દાહોદ જિલ્લામાં ફરી એકવાર મહિલા ઉપર થતાં અત્યાચારનો વિડીયો સામે આવ્યો છે. જેમાં દાહોદ જિલ્લા ફતેપુરા તાલુકાના નાનકડા સાગડાપાડા ગામે કુંટુંબની સ્ત્રીઓ જોડે કેમ બોલાચાલી રાખી છે તેમ કહી મહિલા પર અત્યાચાર ગુજાર્યો હતો. એક મહિલાને પોતાના જ પરિવારના ચાર જેટલા ઈસમોએ એકજુથ થઈ મહિલાને પકડી જાહેરમાં લોકડીઓ વડે તેમજ ગડદાપાટ્ટુનો માર માર્યો હતો.

મહિલાને રોડ પર ઢસડી મારી નાંખવાની ધમકીઓ આપી હતી. જે અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં પોલીસ એક્શનમાં આવી હતી. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મિડીયામાં વાઈરલ થતાં વેંત એક્શનમાં આવેલ પોલીસે ઉપરોક્ત ચારેય ઈસમોની તાત્કાલિક ધોરણે ધરપકડ કરી લાવી હતી અને આ સંબંધે અત્યાચારનો ભોગ બનેલ મણીબેન મખલાભાઈ ગેંદાલભાઈ વળવાઈ દ્વારા સુખસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ મામલે અત્યાચારનો ભોગ બનેલ પરણિતાએ દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવી છેપોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દીધાંનું જાણવા મળી રહ્યું છે.

Advertisement

Share

Related posts

નિનાઇ ધોધ ખાતે ડૂબી ગયેલાં બે યુવાનોની શોધ ખોળ હજુ ચાલુ…

ProudOfGujarat

ભરૂચ : ઓનલાઇન છેતરપિંડીનાં કેસમાં ઝઘડીયા પોલીસે રકમ પરત અપાવી.

ProudOfGujarat

ઉત્તરાયણ પર્વએ ગાયને ઘૂઘરી ઓછી ખવડાવવા માટે પાંજરાપોળ ટ્રસ્ટીએ અપીલ કરી..જાણો કેમ ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!