Proud of Gujarat
FeaturedGujaratINDIA

ડેડીયાપાડામાં આદિવાસી દિવસની ઉજવણીમાં સોશિયલ ડિસ્ટન્સના ઉડયા ધજાગરા.

Share

આજે નર્મદામા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી થઈ રહી હતી ત્યારે ડેડીયાપાડામા આદિવાસી દિવસની ઉજવણીમાં સોસીયલ ડિસ્ટન્સના રીતસરના ધજાગરા ઉડ્યા હતા. ડેડીયાપાડામા બીટીપીના કાર્યકરો દ્વારા રેલી કાઢવામાં આવી હતી ત્યારે કાર્યક્રમમા ડેડીયાપાડામા આદિવાસી દિવસની ઉજવણીના કાર્યક્રમમા ૪00 માણસોની મંજૂરી મેળવી તેના કરતા વધુ આશરે ૧૬૦૦ જેટલી જન મેદની એકત્રીત કરતા તેમની સામે ડેડીયાપાડા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. તેઓ મોટી સંખ્યામાં જનમેદની એકત્રિત કરી માસ્ક વગર લોકોને ભેગા કરી સોશ્યલ ડીસ્ટન્સ નહી જાળવી સરકારના જાહેર નામાનો ભંગ કરવાનો ગુનો દાખલ કરાયો હતો. જેમાં જિલ્લા બીટીપી પ્રમુખ સહિત બીટીપી ના 16 આગેવાનો કાર્યકરો સામે કાર્યવાહી હાથ ધરાઈ હતી.

આ અંગે ફરીયાદી એચ.વી તડવી પોલીસ સબ ઇન્સપેક્ટર દેડીયાપાડા પોલીસ સ્ટેશનએ આરોપીઓ (૧) વિક્રમભાઇ મોતિસિંગ વસાવા રહે અણદુ તા ડેડીયાપાડા જી નર્મદા (૨) મહેશભાઇ છોટુભાઇ વસાવા (૩) ચૈતરભાઇ દામજીભાઇ વસાવા રહે બોગજ તા ડેડીયાપાડા (૪) દેવેંદ્રભાઇ જેઠાભાઇ વસાવા (રહે જરગામ તા ડેડીયાપાડા )(૫) જગદીશભાઇ મંછીભાઇ વસાવા ખટામ તા ડેડીયાપાડા (૬) કે મોહન આર્ય રહે ડેડીયાપાડા (૭) બહાદુરભાઇ દેવજીભાઇ વસાવા (રહે ખુપર બોરસાણ તા ડેડીયાપાડા )(૮) ધર્મેદ્રભાઇ શુકલભાઇ વસાવા રહે ગાજરગોટા તા ડેડીયાપાડા (૯) મહેશભાઇ ગેબુભાઇ વસાવા રહે ચીકદા તા ડેડીયાપાડા (૧૦) દિનેશભાઇ ઉબડીયાભાઇ વસાવા રહે .ઘાંટોલી તા. દેડીયાપાડા (૧૧) મગનભાઇ પોહનાભાઇ વસાવા, રહે.ટીલીપાડા, તા.દેડીયાપાડા, જી.નર્મદા (૧૨) માધવભાઇ અમરસીંગભાઇ વસાવા રહે સીંગલવાણ તા.દેડીયાપાડા જી.નર્મદા (૧૩) બિપીનભાઇ રામસીંગભાઇ વસાવા રહે. શીયાલી તા. દેડીયાપાડા જી.નર્મદા (૧૪) નિશારભાઇ ચીરાગભાઇ કુરેશી રહે.દેડીયાપાડા , તા.દેડીયાપાડા, જી નર્મદા (૧૫) નરપતભાઇ પારસીંગભાઇ વસાવા રહે. ફુલસર, તા.દેડીયાપાડા (૧૬) મગનભાઇ ખેતીવાભાઇ વસાવા (રહે, નાના સુકાઆંબા તા.ડેડીયાપાડા, જી.નર્મદા)સામે ફરિયાદ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની વિગત અનુસાર ડેડીયાપાડા ટાઉન વિસ્તારમા વિક્રમભાઇ મોતિસિંગ વસાવા (રહે અણદુ)એ વિશ્વ આદિવાસી દિન નિમીતે યોજાનાર કાર્યક્રમ અંગેની મંજૂરી મેળવી મળેલ મંજુરીમાં જણાવેલ મુજબ ૪00 માણસોની મંજૂરી કરતા વધુ આશરે ૧૬૦૦ જેટલી જન મેદની એકત્રીત કરી જણાવેલ મંજૂરીની શરતોનું પાલન નહીં કરી. તથા બીજા 15 આરોપીની સાથે મળી લોકો મોટી સંખ્યામાં જનમેદની એકત્રિત કરી માસ્ક વગર લોકોને ભેગા
કરી સોશ્યલ ડીસ્ટન્સ નહી જાળવી સરકારના જાહેર નામાનો ભંગ કરી ગુનો કરતા તમામ આરોપીઓ સામે પીએસઆઇ એચ.વી.તડવી પોલીસ સબ ઇન્સપેક્ટર દેડીયાપાડાએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

માંગરોળ : લીમોદરા ગ્રામ પંચાયતના મહિલા કોમ્પ્યુટર ઓપરેટર ભ્રષ્ટાચાર આચરતા પદ પરથી દૂર કરવાની કરાઇ માંગ.

ProudOfGujarat

ભરૂચમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કુલ ૩૭૮ સંવેદન-અતિ સંવેદનશીલ વિસ્તાર જાહેર કરાયાં

ProudOfGujarat

નેત્રંગ ડેડીયાપાડા રોડ પરથી પસાર થતાં ટેમ્પા ચાલકને માર મારી 15 ભેંસ ભરેલા ટેમ્પા સહિત રૂપિયા 9.59 લાખના માલમત્તાની લૂંટ ચલાવી ફરાર થયેલ લૂંટારુઓને ગણતરીના કલાકોમાં પોલીસે ઝડપી પાડયાં હતા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!