Proud of Gujarat
FeaturedGujaratINDIA

દેડીયાપાડા તાલુકાનાં મુલ્કાપાડા ગામે મહિલા પર વીજળી પડતા મહિલાનું મોત.

Share

દેડીયાપાડામાં છેલ્લા બે દિવસથી ભર ઉનાળે કમોસમી વરસાદ પડી રહ્યો છે. જેમાં દેડીયાપાડા તાલુકાના મુલ્કાપાડા ગામે મહિલા પર વીજળી એક મહિલાનું મોત નિપજયું છે. ખેતરે સેઢા પર ભેંસો ચરાવતી મહિલા મોતને ભેટી પડી હતી. જ્યારે દેડીયાપાડા તાલુકાના વેડછા ગામે વીજળી પડતા ઘાસનો માંડવો સળગી ગયાનો બનાવ બન્યો હતો.

બનાવની વિગતો મરનાર મોંઘીબેન રાજીયાભાઈ બાબીયાભાઈ વસાવા( ઉં. 45 રહે, મુલ્કાપાડા) નાઓએ તા.2/5/21 ના રોજ પોતાના ખેતરે ઢોર ચરાવવા સારું તેમજ ખેતી કામ કરવા સારું ગયેલા હતા. તે વખતે બપોરે અચાનક વાવાઝોડું તેમજ ગાજવીજ સાથે વરસાદ આવતા મોંઘીબેન પોતાના ખેતરના સેઢા ઉપર આવેલા આંબલીના ઝાડ નીચે ઊભા હતા, તે વખતે એકદમ આકસ્મિક રીતે આકાશી વીજળી મોંઘીબેનની નજીકમાં પડતા મોંઘીબેન જમીન ઉપર પડી જતાં તેનું ઘટના સ્થળ ઉપર જ મોત નીપજયું હતું. આ અંગેની ખબર રાજીયાભાઈ બાબતીયાભાઈ વસાવા (રહે, મુલ્કાપાડા ) દેડીયાપાડા પોલીસ મથકમાં કરતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

Advertisement

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા


Share

Related posts

સરદાર સરોવર ડેમના ૧૫ દરવાજા ૩.૮૦ મીટર ખોલી નર્મદા નદીમાં ૩.૮૭ લાખ ક્યૂસેક પાણી છોડાતાં તંત્ર સતર્ક

ProudOfGujarat

અંકલેશ્વરના નવા બોરભાઠા ગામની પ્રાથમિક શાળામાં શૌચાલય તૂટતા વિદ્યાર્થી કાટમાળમાં દબાયો.

ProudOfGujarat

સુરત શહેર-જિલ્લામાં 166 કોરોના ગ્રસ્ત, શહેરમાં 1 નું કરૂણ મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!