Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગાંધીનગર : દહેગામમાં તીન પત્તીનો જુગાર રમતા 4 ઇસમો ઝડપાયા

Share

ગાંધીનગરની દેહગામ પોલીસ દ્વારા વિસ્તારમાં ગુનાહિત પ્રવૃત્તિઓને રોકવા માટે સ્પેશિયલ ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. જે હેઠળ તમામ વિસ્તારની પેટ્રોલિંગ કરવામાં આવી રહી છે. દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, અમરાભાઈના મુવાડા હનુમાનવાસ નજીક ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો તીન પત્તીનો જુગાર રમી રહ્યા છે. આથી પોલીસે દરોડો પાડીને જુગાર રમતા 4 જુગારીઓને ઝડપી લઈ રૂ. 20 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

દહેગામ પોલીસને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, અમરાભાઈના મુવાડા હનુમાનવાસ નજીક આવેલી ખુલ્લી જગ્યામાં કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે. આથી પોલીસે બાતમીની જગ્યાએ પહોંચી ચારોકોરથી કોર્ડન કરી જુગાર રમતા 4 આરોપીઓને રંગેહાથ ઝડપી લીધા હતા. પોલીસે સ્થળ પરથી જુગારની સાહિત્ય, મોબાઇલ મળી કુલ રૂ. 10 હજાર 550 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

Advertisement

પોલીસ દ્વારા આરોપીઓની પૂછપરછમાં તેમના નામ સંજય સોલંકી, કિરણસિંહ ચૌહાણ, દશરથસિંહ ચૌહાણ તેમ જ દિપસિંહ ચૌહાણ હોવાનું ખુલ્યું હતું. આ મામલે પોલીસે ચારેય આરોપી સામે ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દહેગામ પોલીસે વિસ્તારમાં ગુનાહિત પ્રવૃત્તિ કરતા ઇસમો સામે લાલ આંખ કરી છે.


Share

Related posts

ભરૂચ : તંત્ર નહિ સ્મશાન સાબિતી આપે છે, કોવિડ પ્રોટોકોલથી મૃતદેહ આવવાનો સિલસિલો યથાવત, અત્યાર સુધીનો આંકડો ૬૦૦ ને પાર..!!

ProudOfGujarat

વડોદરાના પાદરામાં અનેક લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થતા દોડધામ.

ProudOfGujarat

ભરૂચ : હિન્દુ-મુસ્લિમ એકતાનું ઉદાહરણ પુરું પાડતી મોટામિયાં માંગરોળની ગાદી દ્વારા સાદગીભરી રીતે ગુરૂ પૂર્ણિમાની કરાયેલી ઉજવણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!