Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગાંધીનગરના કલોલમાં મહિલાના ગળામાંથી સોનાની ચેઇન સ્નેચિંગ કરનારો રીઢો ગુનેગાર ઝડપાયો

Share

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં 15 મી ઓગસ્ટના રોજ એક રાહદારી મહિલાના ગળામાંથી સોનાની ચેઇનની તફડંચી કરી ફરાર થઈ જનારા રીઢા ચોરની સ્પેશયલ ઓપરેશન ગ્રૂપ (SOG)એ ધરપકડ કરી છે. આ સાથે 4 ગુનાના ભેદ પણ ઉકેલાયા છે. આ મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ગાંધીનગરના કલોલમાં 15 મી ઓગસ્ટના રોજ ટાવર ચોકથી બસ સ્ટેન્ડ તરફના રોડ પર એક રાહદારી મહિલના ગળામાંથી સોનાનો દોરો ખેંચી ફરાર થઈ જનારો ઇસમ નંબર પ્લેટ વગરની મોટરસાઇકલ લઈને પ્રેસ સર્કલથી આદીવાડા જતા રોડ પર ઊભો હોવાની બાતમી એસઓજીને મળી હતી. આથી એસઓજીની ટીમે બાતમીના આધારે કાર્યવાહી કરી નાકાબંધી ગોઠવી શંકાસ્પદ ઇસમની ધરપકડ કરી હતી. આરોપીની પૂછપરછમાં તેનું નામ સુરેશ પુણાભાઇ મારવાડી હોવાનું ખુલ્યું હતું.

Advertisement

જ્યારે ચેઇન સ્નેચિંગના ગુનામાં સંકળાયેલ તેનો સાગરિત શૈલેષ વાંજા હાલ પણ ફરાર છે. આરોપીએ કબૂલ્યું કે, અગાઉ તેણે મિત્ર શૈલેષ સાથે મળીને અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં એક મહિલાના હાથમાંથી મોબાઇલ ફોન ઝૂંટવી ફરાર થયા હતા. ઉપરાંત, ચાંદખેડામાંથી એક બાઇક પણ ચોરી હતી. વિરમગામમાં તેમના પર પ્રોહિબિશનનો ગુનો નોંધાયો હતો. જ્યારે આરોપીનો ગુનાહિત ઇતિહાસ તપાસતા ભૂતકાળમાં કલોલ સિટી પોલીસ મથકમાં ચેઇન સ્નેચિંગના 4, કડીમાં પ્રોહિબિશનના 20 અને વિરમગામમાં 3 ગુના નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું હતું. આ મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

અમદાવાદમાં મ્યુ. દ્વારા વિરાટનગર, નિકોલ, વસ્ત્રાલ વિસ્તારમાં દબાણો દૂર કરાયા.

ProudOfGujarat

ભરૂચ તાલુકા યુવા મોરચા દ્વારા ડો.શ્યામા પ્રસાદ મુખર્જી બલિદાન દિવસ અંતર્ગત એન્જીનીયરીંગ કોલેજ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો.

ProudOfGujarat

પંચમહાલ જીલ્લાના હાલોલમાં આવેલા રણછોડનગર સોસાયટીના ત્રણ યુવાનોને ભેગા મળીને અખબારના પેપરોમાથી ગણપતિની અનોખી મુર્તિ બનાવી છે.પાછલા વર્ષોથી રણછોડનગરમાં પીઓપીની મુર્તિ સ્થાપિત કરાતી હતી.ત્યારે અખબારના પેપરમાથી ઇકોફ્રેન્ડલી મુર્તિ બનાવી એ પાણીનો શ્રોતોને સ્વચ્છ રાખવાનો સંદેશો પહોંચાડ્યો છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!