Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગોધરા :વિશ્‍વ યોગ દિવસની ઉજવણીના આયોજન અંગે જિલ્લા સમાહર્તાની અધ્યક્ષતામા બેઠક મળી

Share

 

ગોધરા

Advertisement

પંચમહાલ જિલ્‍લામાં વિશ્‍વ યોગ દિવસની ઉજવણી થાય અને તેમાં અબાલ-વૃધ્‍ધ સૌ કોઇ ઉત્‍સાહ પૂર્વક ભાગ લે તે માટે જિલ્‍લા સમાહર્તા ઉદિત અગ્રવાલના અધ્‍યક્ષપણા હેઠળ બેઠક યોજવામાં આવી હતી.
બેઠકમાં જિલ્‍લાના અધિકારીઓ અને જિલ્‍લાની સામાજિક અને ધાર્મિક સંસ્‍થાઓ ઉપસ્‍થિત રહી યોગ નિદર્શનમાં વધુમાં વધુ નાગરિકો ભાગ લે અને યોગ દિવસ સફળતમ રીતે ઉજવાય તે અંગે વિશદ્ ચર્ચા યોજાઈ હતી. જિલ્‍લા સમાહર્તાએ, યોગ નિદર્શનના જિલ્‍લા કક્ષાના, તાલુકા કક્ષાના, નગરપાલિકા વિસ્‍તારના અને શાળા-મહાશાળાના સ્‍થળો, યોગ તાલીમના માસ્‍ટર ટ્રેનર્સ, નોડલ અધિકારીઓની નિમણૂંક જેવી બાબતોની ચર્ચા કરી હતી. આ સાથે સુચારૂં અને સૂક્ષ્‍મ આયોજન કરવા પણ જણાવ્‍યું હતું.
યોગ દિવસે, જિલ્‍લા કક્ષાએ નિદર્શનના પાચ સ્‍થળો નક્કી કરવામાં આવ્‍યાં છે. જેમાં ગોધરા ખાતે પોલીસ હેડક્વાટર્સનું પરેડ ગ્રાઉન્‍ડ, સેન્‍ટ આર્નોલ્‍ડ સ્‍કૂલ, કનેલાવનું સ્‍પોર્ટસ કોમ્પલેક્સ, શારદા વિદ્યા મંદિર શાળા અને પરવડીની જય જલારામ શાળાનો સમાવેશ થાય છે. દરેક તાલુકા કક્ષાએ બે અને જિલ્‍લાની નગરપલિકા કક્ષાએ એક આ ઉપરાંત વિશેષ સ્‍થળોમાં પાવાગઢ-માંચી ખાતે વિરાસત વન ખાતે ચાંપાનેરના સ્‍થાપત્‍ય સ્‍થળો, ટુવાના ધાર્મિક સ્‍થળે પણ સામુહિક યોગ નિદર્શનના કાર્યક્રમો યોજવાની ચર્ચા બેઠકમાં કરવામાં આવી હતી.


Share

Related posts

હજારો નહિ પણ લાખો દિલોની ધડકન એવી ચાંદની શ્રી દેવી નું રહસ્યમય સંજોગોમાં મોત થવાથી શ્રી દેવીના લાખો ચાહકો સ્તબ્ધ થઇ ગયા.

ProudOfGujarat

“ભૃગુ ધરા કો કર દો હરા” ના સંકલ્પને સાકાર કરવા સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા આજરોજ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

જ્યોતિ સક્સેનાએ એનિમલમાં બોબી દેઓલની શાનદાર હાજરીથી આશ્ચર્યચકિત થઈને કહ્યું કે, “બોબી એક બદમાશ માણસ અને ચોર જાળ તરીકે સંપૂર્ણપણે લાગણીશીલ છે”.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!