Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

ગોધરા આરઆરસેલ ના રેન્જ પીએસઆઇ એ.એ. ચૌધરી દ્વારા ૩૩ જુગારીયાઓને ઝડપી પાડયા

Share

ગોધરા રાજુ સોલંકી

Advertisement

પંચમહાલ જિલ્લાના આઈજીપી મનોજ શશિધર ની સૂચના અનુસાર પ્રોહિ‌બિશન જુગાર જેવી બંદી ઓને નેસ નાબુદ કરવા સમગ્ર રેન્જ ને તાકીદ કરવામાં આવી હતી જેથી આરઆરસેલ પંચમહાલરેંજ ગોધરા પીએસઆઇ એ.એ. ચૌધરી ને બાતમી મળી હતી કે લુણાવાડા ટાઉન વિસ્તારમા જુની પંચશીલ હાઇસ્કુલ પાસે આવેલ એક મકાનમાં કેટલાક ઈસમો હારજીત નો જુગાર રમી રહ્યા છે તેથી પંચમહાલરેંજ ગોધરા પીએસઆઇ એ.એ. ચૌધરી એ રેડ દરમિયાન ૩૩ નબીરોઓને ૨,૫૯,૭૫૫ ના મુદ્દામાલ સાથે ઝડપી જેલભેગા કરી દીધા હતા
મળતી માહિતી અનુસાર ગોધરા રેન્જ આઈજીના આરઆરસેલ ના પીએસઆઇ એ.એ. ચૌધરીબાતમી મળી હતીકે લુણાવાડા શહેરની પંચશીલ હાઇસ્કુલ પાસે આવેલાાનાસીર કયુબનાા મકાનમા હારજીતની બાજીનો જુગારધામ ધમધમી રહ્યુ છે.અને કેટલાક શખ્શો ત્યા જુગાર રમી રહ્યા છે.આથી આરઆરસેલે ટીમ સાથે મકાન પર રેડ પાડતા ત્યાથી 33 જેટલા જુગારીઓને પકડી લીધા હતા.સાથે સાથે 26 મોબાઈલ ફોન અને 95000 રોકડ રકમ., 1 ટાટા નેનો કાર , 2 બાઈક પણ જપ્ત કર્યા હતા. નાસીર કયૂબ અરબ જુગાર ધામના સંચાલક રેડ દરમિયાન ત્યાથી ફરાર થયો હતો. આરઆરસેલે 2, 59, 505 લાખનો મુદામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

અમદાવાદ : 3 વર્ષથી એક જ બસમાં મુસાફરી કરતા વેપારીના 47 લાખ ચોરનાર ડ્રાઈવર અને કંડક્ટર ઝડપાયા

ProudOfGujarat

લીંબડીમાં શિતળા સાતમનો અનોખો મહિમા હોય છે ત્યારે કોરોના મહામારી વચ્ચે સરકારી ગાઈડલાઈન મુજબ આ તહેવારની ઉજવણી કરવામાં આવી હતી.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લાના ૧૩૧૫ ખેડૂતોએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી અને પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાઓનું લાઈવ ઓડિયો મોબાઈલ કોન્ફરન્સથી માર્ગદર્શન મેળવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!