Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIA

ગોધરા એલ.સી.બી પોલીસે સાંરગપુર ચોકડી પાસેથી ઈગ્લીશ દારૂનો જથ્થો ઝડ્પ્યો..

Share

રાજુ સોલંકી, ગોધરા 

વિદેશી દારૂ, વાહન અને મોબાઈલ મલી કુલ રૂપિયા ૮,૧૧,૭૬૫/- ની મતા સાથે બે આરોપીની અટક …

Advertisement

ગોધરા રેન્જ આઈ.જી.પી મનોજ શશીધર અને પોલીસ અધિક્ષક ડૉ. લીના પાટીલ ને મળેલ બાતમી અને  એલ.સી.બી ના સુચના અનુસાર પી.આઈ ડી.એન.ચુડાસમા તેમજ કે.કે.ડીંડોડ દ્વારા બાતમીના આધારે ગોધરા બાય-પાસ હાઈવે રોડ નજીક સાંગપુર ચોકડી વિસ્તારમાંથી પસાર થતી સેવરોલેટ એન્જોય ગાડી માં વિદેશી દારૂનો જથ્થો મળી બે ઈસમો વડોદરા તરફ આવી રહ્યા હતા. ગાડી અટકાવી ઈસમોની તપાસ કરતા તેમના નામ જયેશ કનૈયાલાલ રાજપુત રહે. વારસીયા વડોદરા અને ચીરાગ નારણભાઇ ઓડ નામ જણાવ્યા હતા. તેમની ગાડી માંથી દારૂ અને બિયરની કુલ બોટલો નંગ-૨૯૫ કિંમત રૂપિયા ૧,૦૬,૨૬૫/- તથા અંગ ઝડતી માથી મળી આવેલ મોબાઈલ અને મોટરકાર મળી કુલ રૂપિયા ૮,૧૧,૭૬૫/- ની મતા પોલીસે જપ્ત કરી બંને વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


Share

Related posts

અંકલેશ્વર જીઆઇડીસીમાં રઘુવંશી સમાજ મહિલા મંડળ દ્વારા ચૈત્રી નવરાત્રિ નિમિત્તે કડવા લીમડાના રસનું વિતરણ કરવામાં આવ્યું હતું .

ProudOfGujarat

મુસ્લિમ સમાજની લાગણી દુભાવનાર ન્યુઝ-18 ચેનલનાં એન્કર સહિત ડિબેટમાં ભાગ લેનારા તમામ સામે ભરૂચ શહેરનાં જાગૃત મુસ્લિમ યુવાનો દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવાની રજૂઆત કરી છે.

ProudOfGujarat

હાંસોટ તાલુકાના ધંતુરીયા ગામમાં લાગી આગ.આગમાં ચારથી પાંચ જેટલા મકાનો બળીને ખાક…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!