Proud of Gujarat
GujaratFeaturedINDIA

વાઘજીપુર ગામે કુવામાંથી મળી આવી ત્રણ દિવસ ગુમ યુવતીની લાશ

Share

ગોધરા, રાજુ સોલંકી

Advertisement

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના વાઘજીપુર ગામે એક ગુમ થયેલી યુવતીની કુવામાંથી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. પરિવારજનોએ શહેરા પોલીસ મથકે જાણ કરતા પોલીસે આવી પોસ્ટમોર્ટમ માટે લાશને શહેરા ખસેડવામા આવી હતી.શહેરા પોલીસે હાલ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરીછે.

પ્રાપ્ત વિગતો અનુસાર શહેરા તાલુકાના બારીયા ફળીયામા રહેતા પ્રવિણભાઇ બારીયાની ૧૮ વર્ષીય પુત્રી ગીતાબેન બારીયા તા ૨૦-૧૦-૨૦૧૮ના રોજ સાંજે નજીકમાં આવેલા તળાવે લઘુશંકાએ જાઉ છુ.તેમ કહીને નીકળ્યા બાદ ઘરે ન આવતા પરિવારજનો આકુળ વ્યાકુળ બન્યા હતા.અને શોધખોળ હાથ ધરી હતી. મંગળવારના રોજ સવારે પ્રવિણભાઇના પિતા લક્ષ્મણભાઇ કુદરતી હાજત તળાવ તરફજઈ પરત આવતા હતા.તેમના જ ખેતરમા એક કુવામા ગીતાની લાશ તરતી દેખાતા લક્ષ્મણભાઈએ સરપંચ પરિવારજનોને જાણ કરતા બનાવ સ્થળે દોડી આવ્યા હતા.ત્યારબાદ લાશને સ્થાનિકોની મદદથી કુવામાંથી બહાર કાઢી શહેરા રેફરલ હોસ્પિટલ ખાતેના પોસ્ટમોર્ટમ ખાતે ખસેડાઇ હતી.પોતાની વ્હાલીસોઇ
પુત્રીના મોતથી પરિવારજનો તેમજ વાઘજીપુર ગામમાં પણ શોકનુ વાતાવરણ છવાઇ
ગયુ હતુ.શહેરા પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા પામીછે.


Share

Related posts

ભરૂચ : જંબુસરના ગણેશ ચોક વિસ્તારમાં મકાનની દીવાલ ધરાશાયી થતા એક વ્યક્તિ દબાયો.

ProudOfGujarat

ભરૂચ જીલ્લાના ઉધોગોમાં સર્જાતા અકસ્માતો બાદ થતા ઘટના છુપા-છુપી કરવામાં ખેલ,પોલીસ અને સેફટી વિભાગને ઘટનાઓથી દૂર રાખવામાં આવતા હોવાની ચર્ચાઓ

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં સ્વીપ પ્રોગ્રામ અંતર્ગત મતદાન જાગૃતિની પ્રવૃત્તિ કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!