Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગોધરા બ્લોક કક્ષાનો દિવ્યાંગ બાળકોનો ગરબા મહોત્સવ ઉજવાયો.

Share


ગોધરા રાજુ સોલંકી
સર્વશિક્ષા અંતર્ગત આ.ઈ. ડી.વિભાગ દ્વારા બી.આર.સી.ભવન અંબાલી ખાતે દિવ્યાંગ બાળકોનો ગરબા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.સમગ્ર કાર્યક્રમમાં તાલુકામાંથી ૪૮ જેટલાં દિવ્યાંગ બાળકો તથા વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમની શરૂઆત બી.આર.સી જીગ્નેશ પટેલ દ્વારા દીપ પ્રગટાવી કરવામાં આવી હતી.બાળકો,વાલીઓ તથા આઈ.ડી.સ્ટાફ દ્વારા માતાજીની આરતી કરવામાં આવી હતી.ત્યાર બાદ ગરબા શરૂ કરવામાં આવ્યા હતા.ઉપસ્થિત વાલીઓમાં પોતાના દિવ્યાંગ બાળકો ને ગરબે રમતા જોઈ આનંદ વિભોર બની ગયા હતા.ત્યાર બાદ ચિત્ર સ્પર્ધા પણ યોજવામાં આવી હતી જેમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.બાળકોને ઇનામ આપી બી આર સી જીગ્નેશ પટેલ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચના વાલિયામાં ગોદરેજ કંપનીના એન્જિનિયર પર 20 થી વધુ લોકોનો હુમલો.

ProudOfGujarat

ઝઘડીયાના રૂંઢ ગામે દિપડાએ વાછરડા પર હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી.

ProudOfGujarat

ભરૂચની આત્મીય સ્કુલ દ્વારા SSC,HSC બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થી માટે શાંતિપૂર્ણ રીતે પરીક્ષા આપે તેવા હેતુ સાથે ૧૬ કુંડી ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!