Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

ગોધરા: જીલ્લા સહકારી મંડળીના ઓડીટર ₹ 7000ની લાંચ લેતા ACBના છટકામાં ઝડપાયા

Share

ગોધરા: જીલ્લા સહકારી મંડળીના ઓડીટર ₹ 7000ની લાંચ લેતા ACBના છટકામાં ઝડપાયા.

પંચમહાલ, રાજુ સોલંકી

Advertisement

પંચમહાલ જીલ્લાના વડામથક ગોધરા ખાતે આવેલી બહૂમાળીભવનમાં આવેલી જીલ્લા સહકારી મંડળીઓના ઓડીટ વિભાગના ઓડીટર પ્રદિપ પરમાર વાર્ષિક ઓડીટ રિપોર્ટ આપવાના કામે ₹ 7000 ની લાંચ લેતા જાહેર રસ્તા પર ACBના છટકામા પકડાઇ જતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મળતી વિગતો અનુસાર ગોધરા શહેરના કલેકટર કચેરી કમ્પાઉન્ડમાં જીલ્લા સહકારી મંડળીઓ,ગોધરા ઓડીટ વિભાગની આવેલી ઓફીસમાં પ્રદિપચંદ્ર સોમાભાઇ પરમાર ઓડીટર (વર્ગ-૩) તરીકે ફરજ બજાવે છે.અને 1,શકિતનગર સોસાયટી, નેક્ષા શોરુમ પાછળ,લુણાવાડા રોડ-ગોધરા ખાતે રહે છે.જેમા એક ફરિયાદી પાસે બાગાયત ફળ અને શાકભાજી ઉત્પાદક સહકારી મંડળી લીમીટેડના વાષિઁક ઓડિટ રિપોર્ટ આપવાના કામે ઓડીટર પ્રદિપ પરમારે ફરિયાદી પાસે ₹ 7000/-ની લાંચની માગણી કરતા,ફરીયાદીએ લાંચની રકમ ન આપવા માંગતો હોઇ પંચમહાલ ACBની ટીમને ફરીયાદ કરતા છટકાનુ આયોજન કરવામા આવ્યુ હતુ.જેમા આરોપી પ્રદિપ પરમાર નેક્ષા શોરુમ પાસે હાઇવે પર ફરિયાદી પાસે રુપિયા 7000 ની લાંચ લેતા પંચમહાલ ACBની ટીમના હાથે ઝડપાઈ ગયા હતા.આ અંગે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

દહેજ પોલીસે કડોદરા ગામની સીમમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો.

ProudOfGujarat

ગોધરા: પત્રકાર પ્રદિપસોનીની પુત્રી પંક્તિ સોનીએ LLB વિભાગમાં ગોલ્ડમેડલ પ્રાપ્ત કર્યો

ProudOfGujarat

માંગરોળ : ભારતીય વિદ્યા ભવન્સ જી.આઈ.પી.સી.એલ.એકેડમી, નાની નરોલી ખાતે શિક્ષક દિવસ ઉજવણી કરાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!