Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગોધરામાં આરોગ્ય વિભાગના કર્મચારીઓએ રક્તદાન કરી નોધાવ્યો વિરોધ.

Share

ગોધરામાં આરોગ્ય વિભાગના કર્મચારીઓએ રક્તદાન કરી નોધાવ્યો વિરોધ.

પંચમહાલ, રાજુ સોલંકી
ગુજરાત રાજ્યના આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા તેઓની વિવિધ પડતર માંગણીઓ ના સંતોષાતા સ્વૈચ્છિક રક્તદાન કરીને વિરોધ નોધાવ્યો હતો. પંચમહાલ જિલ્લા આરોગ્ય કર્મચારી મહાસંઘે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગોધરા વોલન્ટરી બ્લડ બેન્ક ખાતે મોટા પ્રમાણમાં રક્તદાન કર્યુ હતુ.
આ રક્તદાન શિબિરમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગોધરાના વાઇસ ચેરમેન અજીતસિંહ ભટ્ટી પૂર્વ પ્રમુખ કિશોરીલાલ ભાયાની સભ્યશ્રી ભરતભાઇ તથા પંચ. જિલ્લા આરોગ્ય કર્મચારી મહાસંઘ ના પ્રમુખ રજનીકાંત પંચાલ ઉપપ્રમુખ આર.સી.બારીયા મહામંત્રી પ્રવીણ દરજી, જયદીપસિંહ સોલંકી વિગેરે હાજર રહી તમામ કર્મચારી રક્તદાતાઓને પ્રોત્સાહિત કરી તેમની માનવ સેવા ને બિરદાવી હતી.

Advertisement

Share

Related posts

સુરત : આપ નેતા ઇશુદાન ગઢવીનો હુંકાર, કહ્યું તમારામાં તાકાત હોય એટલા કેસ કરવાની તૈયારી રાખજો, હું પ્રજા માટે જાન આપવા તૈયાર છું..!

ProudOfGujarat

વાંકલ : ઘાણાવડ ગામે 1000 કી.ગ્રા શાકભાજીનું વિતરણ કરાયું.

ProudOfGujarat

શક્તિનાથ સર્કલથી માતરિયા તળાવ સુધીના રૂટ પર સૌએ સ્વદેશીના સૂત્રોચ્ચાર દ્વારા પોતાનો સંદેશ અસરકારક રીતે લોકો સુધી પહોંચાડ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!