Proud of Gujarat
INDIAFeaturedGujarat

ગોધરા : જીલ્લા પંચાયતના પ્રમુખનું સરકારી દવાખાનાઓના પી.એચ.સી સેન્ટર પર સરપ્રાઇઝ ચેંકીગ…

Share

ઘોઘંબા તાલુકામાં આવેલ સરકારી દવાખાનાઓના પી.એચ.સી સેન્ટરની જિલ્લા પંચાયતના પ્રમુખ કુ.કામિનીબેન ગોપાલસિંહ સોલંકી દ્વારા સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરી મુલાકાત લેવામાં આવી હતી. ઘોઘંબા તાલુકામાં આવેલ સરકારી દવાખાનાઓના પી.એચ.સી સેન્ટર જેવા કે પાધોરા, બાકરોલની ઓચિંતી મુલાકાત લઈ સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધર્યું હતું ત્યારબાદ વાંકોડ ગામ ખાતે મહારાજ સુરેશભાઈની વિશેષ ઉપસ્થિતમાં નવીન ગ્રામ પંચાયત મકાનનું ખાતમુહૂર્ત કરાયું હતું,

જેમાં ઘોઘંબા તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ગુણવંત સિંહ ગોહિલ, ઘોઘંબા તાલુકા પંચાયત પ્રમુખ રંગેશ્વરીબેન રાઠવા, જીલ્લાશિક્ષણ ચેરમેન અને પાલ્લા જીલ્લા પંચાયત સદસ્ય ભુપેન્દ્રસિંહ સોલંકી (ભીખાભાઈ) અને જીંજરી જીલ્લા પંચાયત સદસ્ય રમેશભાઈ રાઠવા અને જિલ્લા ભાજપ મંત્રી કમળાબેન પરમાર, જીલ્લા આગેવાન જયપાલસિંહ રાઠોડ સભ્ય વિજયભાઈ, સભ્ય હિંમતસિંહ, યુવા મોરચાના આગેવાન આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

ભરૂચ શહેર જીલ્લામાં પોલીસ નશાનાં કારોબારીઓ ઉપર તવાઈ બોલાવી રહી છે જેમા પાકી બાતમીને આધારે એસ.ઓ.જી પોલીસે અંકલેશ્વર શહેરનાં ભાટવાડ વિસ્તારમાંથી ગાંજા સાથે એક ઇસમને પોલીસે ઝડપી લીધો હતો.

ProudOfGujarat

ભરૂચ રેલ્વે સ્ટેશન નજીક સિલ્વર બ્રિજ ખાતે ચાલુ ટ્રેન માંથી એક પરપ્રાંતીય યુવાન પડી જતા ઘાયલ થયો હતો જેને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો……..

ProudOfGujarat

નડિયાદ : ખોડીયાર ચોકડી પાસે કારની ટક્કરે પોલીસ કોન્સ્ટેબલનુ મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!