Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગોધરા એસ.ઓ.જી પોલીસે નોકરી આપવાની ખોટી જાહેરાતો કરીને છેતરપીંડી કરનાર ઠગને ઝડપી લીધો.

Share

પંચમહાલ જીલ્લા પોલીસવડા ડો.લીના પાટીલ દ્વારા બહારના રાજ્યના કેટલાક ઇસમો લોભામણી જાહેરાતો બહાર પાડીને યૂવાનો પાસેથી પૈસા પડાવે છે. આવા આરોપીઓને પકડી પાડવા માટે સૂચનાઓ કરવામા આવી છે. પંચમહાલ પોલીસના એસ.ઓ.જી પોલીસના પી.આઈ એમ.પી.પંડ્યાને બાતમી મળી હતી કે ઉત્તરપ્રદેશ બાજુનો હિન્દીભાષી વ્યક્તિ ન્યુઝપેપરમાં એક પત્રિકા ભાષામાં પ્રિન્ટીગ કરેલી પત્રિકા વાયરલ કરીને નોકરીની જરૂરીયાત યુવાનોને રિલાયન્સ જીઓ ફોરજી ટાવર કંપનીમાં તાત્કાલિક નોકરી આપવામા આવશે. તેવા લખાણવાળી પત્રિકા એસ.ઓ.જી પોલીસને હાથે લાગી હતી.

આથી તેના પર લખેલા મોબાઈલ નંબરને ટેકનિકલ સર્વેલન્સના આધારે ગોધરા એસ.ટી બસ સ્ટેશન પાસેથી હાથમા થેલી લઇને કાગળોના બંડલો લઈને ફરતા ઇસમને એસ.ઓ.જી પોલીસની ટીમે પકડી લઈને પુછપરછ કરતા તેનુ નામ અંશૂકુમાર રાકેશ તિવારી મૂળ રહેવાસી ગામ- પરગવા, તા-નરોવલ,જી-કાનપુર (ઉત્તરપ્રદેશ) હોવાનુ જણાવ્યુ હતું. તેની પાસેથી પોલીસે ખોટી પ્રિન્ટીંગ કરેલી પત્રિકાઓ, રોકડ રકમ, મોબાઇલ, ફેવિકોલ બોકસ, આધારકાર્ડ, ડેબીટકાર્ડ, પેટીએમ પેમેન્ટ બેંકનું કાર્ડ સહિત 26,340 હજાર રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા પામી છે.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

સુરત જીલ્લામાં સ્નેચરો બેફામ ! પલસાણામાં મોબાઈલ ન મળતા સ્નેચરોએ ફાયરીંગ કર્યું.

ProudOfGujarat

રાજપીપળા : ગરૂડેશ્વર તાલુકાનાં મોટી રાવલ ગામે રોડ અકસ્માતમાં ત્રણને ઇજા.

ProudOfGujarat

ઉમરપાડા કોંગ્રેસ સમિતિની બેઠક કેવડી ગામે યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!