Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમની કામગીરીને રેન્જ IG દ્વારા વખાણીને સન્માનપત્ર આપવામાં આવ્યુ.

Share

પંચમહાલ જીલ્લાના ગોધરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પી.આઈ જે.એન પરમાર અને તેમની ટીમને લીમખેડા પોલીસ સ્ટેશનમા નોધાયેલા એક છેતરપીંડી અને કાલોલના ઇસમને ભેટ આપવાની લાલચ આપીને ઓનલાઈન નાણા પડાવીને છેતરપિંડીના ગુનાઓનો ભેદ ઉકેલીને આરોપીઓને પકડી પાડવા બદલ સારી કામગીરી બદલ ગોધરા રેન્જ આઈ.જી.એમ.એસ. ભરાડા દ્વારા પુરસ્કાર અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામા આવ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ગોધરા ખાતે સાયબર શરૂ કરવામાં આવેલું સાયબર પોલીસ સ્ટેશન ત્રણ જીલ્લા પંચમહાલ, દાહોદ, મહિસાગરના નાગરિકો માટે આશિર્વાદ સમાન બન્યુ છે. સાયબર ગૂનાઓને લગતી ફરિયાદ અહી નોધવામા આવે છે. અહીની સાયબર પોલીસની ટીમ પણ બાહોશ અને કુશળ હોવાથી ગુનાઓના ભેદ પણ જલદીથી ઉકેલી કાઢે છે. પંચમહાલ જીલ્લા સાયબર પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા હાલમા બે ગુનાઓના ભેદ ઉકેલી કાઢીને આરોપીઓને ઝડપી પાડવામા સફળતા મેળવી હતી.

Advertisement

દાહોદ જીલ્લાના લીમખેડા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદીને ફોન પર અજાણ્યા ઇસમે બેંકમાથી બોલું છુ તેમ કહીને કેવાયસી અપડેટ કરવાને બદલે એટીએમ કાર્ડ અને ઓટીપી મેળવીને દોઢ લાખ જેટલી રકમ ટ્રાન્ફસર કરીને છેતરપીંડી કરી હતી જેની તપાસમા સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા કરવામા આવતા ઝારખંડ રાજ્યના આરોપીને ભરૂચ ખાતેથી ઝડપી પાડ્યો હતો. અન્ય એક ગુનાની ફરિયાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમા નોંધાઇ હતી જેમા ફરિયાદીને સોશિયલ મિડીયાના માધ્યમથી મિત્રતા કરીને ભેટ આપવાની લાલચ આપીને પાંચ લાખ જેટલી રકમ ટ્રાન્સફર કરાવીનારા ઈસમને દિલ્લી ખાતેથી ઝડપી લીધો હતો. આ બે ગુનાઓના ભેદ ઉકેલવા બદલ ગોધરા રેન્જ આઈ.જી.એમ.એસ.ભરાડા દ્વારા સાયબર ક્રાઇમ પોલીસ મથકના જાંબાજ પી.આઈ. જે.એન.પરમાર તેમજ તેમની બાહોશ ટીમ આર.એ.સાઠીયા, આર.સી.વઢવાણા,મહેન્દ્ર કુમાર, મૂકેશભાઈ, સંજયકુમાર, રાજેશકુમાર, અનીલકુમાર, હસમૂખભાઈ સહિતના પોલીસ કર્મચારીઓની કામગીરી વખાણીને સન્માનપત્ર આપીને સન્માનિત કરવામા આવ્યા છે.

પંચમહાલ રાજુ સોલંકી


Share

Related posts

સ્વપ્નમાં થયેલા આદેશને અનુસાર પોતાના 4 મહિનાનાં દીકરાને વડવાળા આશ્રમમાં રબારી પરિવારે દાનમાં આપ્યો..

ProudOfGujarat

છોટાઉદેપુર : બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બોગસ તબીબ ઝડપાયો.

ProudOfGujarat

અંકલેશ્વરની અમરાવતી નદીમાં પ્રદુષિત પાણીના કારણે અસંખ્ય માછલીઓનાં મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!