Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા શારદા મંદિર હાઇસ્કુલ ખાતે મેડીકલ કેમ્પ યોજાયો.

Share

લાયન્સ ક્લબ રોટરી ક્લબ ભારત વિકાસ પરિષદના સહયોગથી ઝાયડસ હોસ્પિટલ આણંદ દ્વારા શારદા મંદિર સ્કૂલ ગોધરા ખાતે નિશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરાતા ૨૫૦ ઉપરાંત દર્દીઓએ લાભ લીધો હતો. આ કેમ્પમાં હૃદય, પેટ, આંતરડા સાંધાના દુખાવા, મગજ ચેતાતંતુ, મળમૂત્ર, પેશાબ, કાન, નાક, ગળાના રોગોનું ઝાયડસ હોસ્પિટલના નિષ્ણાત તબીબોએ નિદાન કર્યું હતું. ભારત વિકાસ પરિષદના અરવિંદસિંહ સિસોદિયા, ભવાની ત્રિપાઠી, સંજીવ ડગલી, લાયન્સ ક્લબના શૈલેષ શેઠ, હેમંત વર્મા, પ્રભુદયાલ વર્મા, રોટરી ક્લબના અપૂર્વ પાઠક નીરજ, શાહ એસી બારીયા તથા સેવાભાવી સંસ્થાઓના સભ્યોએ આ કેમ્પને સફળ બનાવવા માટે ભારે જહેમત ઊઠાવી હતી. આ કેમ્પમાં કોરોનાની નાબૂદી થાય તે માટે કોરોના કાળથી પગમાં પગરખાં ન પહેરવાની માનતા રાખનારા અમર જનરલ સ્ટોરના છછું ભાઈ આ કેમ્પમાં ઉપસ્થિત રહ્યા હતા.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

માંગરોળ : મોસાલી ગ્રામ પંચાયત કચેરીમાં સરપંચ તરીકે સવિતાબેન અમરતભાઈ વસાવાએ ચાર્જ સંભાળ્યો.

ProudOfGujarat

ઉનાળાની કાળ જાળ ગરમીના પ્રારંભે ઠેર ઠેર પરબનું નિર્માણ કરવા કોંગ્રેસે આવેદનપત્ર પાઠવ્યું

ProudOfGujarat

નેત્રંગ : સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને ભરૂચ જિલ્લાના અધિકારીઓ બે મહિનાથી પગાર વિહોણા : રજૂઆતો કરતાં કાઢી મૂકવાની ધમકી અપાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!