Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગુજરાતી શાળાઓ અને વર્ગો બંધ થવાની અને અંગ્રેજી માધ્યમની શાળાઓ અને વર્ગો વધવાની બાબત ગુજરાત માટે ચિંતાનો વિષય

Share

૨૦૧૦ આસપાસના સમયગાળામાં જાણીતા કટારલેખક ગુણવંત શાહ અને તેમના સાહિત્યકાર સાથીઓ દ્વારા ગુજરાતી ભાષાના પ્રચાર અને પ્રસાર માટે માતૃભાષા વંદના યાત્રા કાઢવામાં આવી હતી. આ એક આવકાર્ય કદમ હતું. વિદ્યાનગર સહિતના ઘણા સ્થળોએ તેને આવકાર પણ મળ્યો હતો. આ યાત્રા સમયે યોજાયેલા વ્યાખ્યાનો અને પ્રવચનોમાં અનેક લબ્ધ પ્રતિષ્ઠિત સાહિત્યકારોએ પ્રવચન કરી ગુજરાતી ભાષાની વિવિધતા સમજાવી હતી. ગુજરાતી ભાષામાં કાકા, માસા, મામા સહિતના સંબંધો માટે અલગ શબ્દો છે. તો અંગ્રેજીમાં ‘અંકલ’ એકમાત્ર શબ્દ છે. બનેવી અને સાળા માટે બ્રધર ઈન લો શબ્દ વપરાય છે.
આ બધી વાતો દાખલાઓ સાથે કહેવાઈ હતી. આપણા સમાજમાં અંગ્રેજાેની ભેટ સમી અંગ્રેજી સ્ટેટ્‌સની ભાષા બની ગઈ છે. ઘણા સુખી ગુજરાતી પરિવારોમાં ઘરમાં પણ વારંવાર ગુજરાતીના સ્થાને અંગ્રેજી ભાષાનો શબ્દપ્રયોગ થાય છે. ૧૯૮૮-૮૯ આસપાસના સમયગાળામાં મુંબઈના વિલે પાર્લે ખાતે ગુજરાતી ઉદ્યોગોને લગતો પરિસંવાદ યોજાયો હતો જેમાં દિપચંદ ગાર્ડી અને વિરેન્દ્ર શાહ જેવા જાણીતા ઉદ્યોગપતિઓએ અંગ્રેજી ભાષામાં પ્રવચનો કર્યા હતા.
જ્યારે ગુજરાતના લબ્ધ પ્રતિષ્ઠિત લેખક ચંદ્રકાંત બક્ષી નો વારો આવ્યો ત્યારે તેમણે આ વાતની ટીકા કરી અને કહ્યું કે ગુજરાતના પ્રશ્નો છે, ગુજરાતી શ્રોતાઓ છે પછી વક્તાઓને ગુજરાતી ભાષા બોલવામાં શું વાંધો આવે છે ? જાણીતા સાહિત્યકાર અને પત્રકાર દિગંત ઓઝાએ પણ માતૃભાષામાં ન બોલનારા મહાનુભાવોની ટીકા કરી હતી. આ તબક્કે બક્ષીદાદાએ તો કહેલું કે અંગ્રેજી અનિવાર્ય છે તેનો અર્થ એ નથી કે ગુજરાતીનો સાવ ત્યાગ કરવો. આ સાહિત્યકાર મહાનુભાવોની વાત જરાય કોટી નથી.
સંશોધન સહિતની બાબતોમાં આગળ વધવા ભલે અંગ્રેજી કડકડાટ લખતા અને બોલતા શીખો આ જરૂરી પણ છે અને તેની સામે કોઈને પણ જરાય વાંધો હોઈ શકે નહિ – હોવો પણ ન જોઈએ પરંતુ ઘરમાં અને ગુજરાતી શ્રોતાઓ વચ્ચે પ્રવચન ફટકારતા હો ત્યારે ગુજરાતી બોલો. અમદાવાદથી જે ચિંતાજનક સમાચાર આવ્યા છે તે પ્રમામે ૨૦૧૮-૧૯માં અંગ્રેજી શાળા શરૂ કરવા માટે ૧૫ અરજી આવી હતી. ૨૦૧૯-૨૦માં ૩૬, ૨૦૨૦-૨૧માં ૨૯ અને ૨૦૨૧-૨૨માં ૨૧ મળી કુલ ૧૦૧ જેટલી અરજી આવી છે.
જ્યારે આની સામે ગુજરાતી શાળાઓ બંધ કરવા માટે ૨૦૧૮-૧૯માં સાત, ૨૦૧૯-૨૦માં ૧૩, ૨૦૨૦-૨૧માં ૧૯ અને ૨૦૨૧-૨૨માં ૯ મળી આટલા વર્ષમાં કુલ ૪૮ અરજી આવી છે. અમદાવાદના શિક્ષણ સત્તાવાળાઓના જણાવ્યા પ્રમાણે વિવિધ રાજ્યોમાં અંગ્રેજી માધ્યમના વર્ગ વધારવા ૨૦ થી ૨૫ અરજી દર વર્ષે આવે છે. જ્યારે તેની સામે ગુજરાતી શાળાઓ બંધ કરવા માટેની અરજી પણ ૧૫ થી ૨૦ જેટલી દર વર્ષે આવે છે. આ તો એક અમદાવાદની વાત થઈ પરંતુ અન્ય સ્થળોએ પણ સ્થિતિ સાવ સારી કે સંતોષકારક તો નથી જ.
ગુજરાતના આઠેય મહાનગરો અને મોટાભાગના નગરોમાં આ સ્થિતિ છે. ગુજરાતી શાળાઓ બંધ થવાના કે વર્ગો ઘટવાના બનાવો છેલ્લા ૧૫-૨૦ વર્ષમાં વધ્યા છે. અંગ્રેજીના વધ્યા છે. છેલ્લા ૧૫-૨૦ વર્ષ દરમિયાન ગુજરાતમાં આ પ્રકારની ઘટનાઓનું પ્રમાણ નોંધપાત્ર પ્રમાણમાં વધ્યું છે. આની સામે મહારાષ્ટ્રમાં મરાઠી, બંગાળમાં બંગાળી, ઓરિસ્સામાં ઉડિયા અને તમિલનાડુમાં તમિલ, કેરળમાં મલયાલમ, કર્ણાટકમાં કન્નડ, ઓરિસ્સામાં ઉડિયા તેમજ હિન્દી ભાષી રાજ્યોમાં હિન્દી ભાષાની શાળાઓ અને વર્ગો વધ્યા છે. વધવા માટે અરજીઓ પણ આવી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લાના નેત્રંગની આઈસ ગર્લ દ્રષ્ટિ વસાવાના નેતૃત્વમા ગુજરાતને ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયો.

ProudOfGujarat

સુરત વેડ રોડ પર મનપા દ્વારા ડિમોલીશનની કામગીરી હાથ ધરતા સ્થાનિકોનો વિરોધ.

ProudOfGujarat

ઝઘડિયાના રાયસીંગપુરા નજીક ટ્રેકટરની અડફેટે બાઇક સવાર ત્રણ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!