Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરતસિંહ સોલંકીએ જ સૂત્ર આપ્યું હતું 2022 કોંગ્રેસ લાવીશ પરંતુ ચૂંટણી પહેલા શોર્ટ બ્રેક લીધો..!!

Share

ભરતસિંહ સોલંકીએ જ સૂત્ર આપ્યું હતું 2022 કોંગ્રેસ લાવીશ પરંતુ ચૂંટણી પહેલા શોર્ટ બ્રેક લીધો છે. જો કે, તેઓ કોંગ્રેસ પક્ષમાં રહીને સક્રીય જરૂર રહેશે પરંતુ રાજકિય સભાઓ નહીં કરે તેવું તેમને કહ્યું છે. તેમને 4 થી 6 મહિના સુધીનો રાજકીય બ્રેક લીધો છે.

જાહેર જીવનમાંથી, થોડા સમય માટે રાજકારણમાંથી બ્રેક લીધો છે. અંગત જીવનનો વિવાદ જાહેરામાં આવી ગયો હોવાથી ભરતસિંહની મુશ્કેલીઓ પણ વિવાદ થતા વધી છે. ત્યારે પારીવારીક વિવાદ સામે આવતાની સાથે જ કોંગ્રેસ પક્ષમાં આંતરીક વિખવાદ પણ હોઈ શકે છે તેવી ચર્ચાઓ થઈ રહી છે. ભરતસિંહ સોલંકીએ જ સૂત્ર આપ્યું હતું 2022 કોંગ્રેસ લાવીશ પરંતુ ચૂંટણી પહેલા શોર્ટ બ્રેક લીધો છે.

Advertisement

ખાસ કરીને ભરતસિંહના આ મામલે ચર્ચા વિચારણા થઈ રહી છે ત્યારે પાર્ટી કે જાહેરસભામાં જાય તો આ પ્રકારે દેખાવો સામે આવે તો પાર્ટીને વધુ નુકશાન થઈ શકે છે. આ વાતને લઈને બ્રેક થોડો સમય લીધો હોવાનું સામે આવ્યું છે. રાજકીય હરીફો તેમના ધર્મપત્નીને સામે ઉભા રાખે તો નુકશાન થઈ શકે તેવી પણ શક્યતાઓ છે. આ બાબત ગંભીર બાબત નથી પરંતુ સભાઓની અંદર જો વિરોધ થાય તો કોંગ્રેસનો વિરોધ હોઈ શકે છે. આ માહોલ ના બગડે તે માટે ભરતસિંહે થોડો સમય બ્રેક લીધો હોવાની ચર્ચા થઈ રહી છે. ભરતસિંહને લઈને આજે સતત ચર્ચા તેમના વિવાદને લઈને થઈ રહી છે.


Share

Related posts

પુર્વ વડાપ્રધાન એચ.ડી.દેવગોવડા સ્ટેચ્યુ ઓફ યુનિટી ની મુલાકાતે

ProudOfGujarat

સુરત:- લોકભાગીદારીથી નવનિર્મિત ગોડાદરા પોલીસ સ્ટેશનનું ગૃહરાજયમંત્રીએ કર્યું લોકાર્પણ .

ProudOfGujarat

નવસારી જિલ્લાના ચીખલી પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ ભરૂચ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!