Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

ગુજરાતમાં વધી રહ્યો છે ક્રાઈમ રેટ: જુવો કઈ જગ્યાએ વધુ !!!

Share

વડોદરામાં કાયદો વ્યવસ્થાની સ્થિતી કથળી હોય તેમ ર મહિનામાં ૬ર ચોરીના બનાવથી તંત્ર સામે રોષ ફેલાયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ વડોદરામાં છેલ્લા ર મહિનામાં ૬ર ઘરફોડ ચોરીની ઘટનાઓ સામે આવી છે જયારે ૩૯ ઠગાઇના કેસ સામે આવ્યા છે.અને હત્યાના પ્રયાસના ૭ કેસ નોંધાયા છે. બીજી તરફ સુરતમાં પણ ક્રાઇમ રેટ દિવસેને દિવસે  વધી રહ્યો છે.

Advertisement

ભરૂચમાં પણ હરરોજ એક ચોરીનો બનાવ સામે આવે છે ક્યારેક ઘરફોડ ચોરી તો ક્યારેક દિવસના સમયગાળામાં પણ ચોરી તો ક્યારેક મારી નાખવાની ધમકી આપી લૂંટ પણ કરવામાં આવી રહી છે. છેલ્લા ૨ મહિનાથી હર બીજા દિવસે એક ઘરમાં ચોરીનો બનાવ બને છે. જેના કારણે લોકોમાં ગભરાત ફેલાઈ જવા પામ્યો છે. લોકો પોતાનું ઘર બંધ કરીને બહાર જવામાં પણ દરે છે કેમ કે ક્યારેક સાંજના ૭ વાગ્યે ચોરી થાય તો ક્યારેક રાત્રે ૧૧ વાગ્યે.

બીજે તરફ જોઈએ તો સુરતમાં છેલ્લા ર મહિનામાં હત્યાના ૧૭ કેસ નોંધાયા છે. જયારે  લુંટના ૪૭ કેસ નોંધાયા છે જયારે અપહરણના ૬૭ કેસ નોંધાયા છે. આ ઉપરાંત અમદાવાદ અને રાજકોટમાં પણ ક્રાઇમ રેટમાં સતત વધારો થઇ  રહ્યો છે. રાજયમાં વધી રહેલા ક્રાઇમના કારણે પોલીસ તંત્ર પર પણ સવાલો ઉઠયા છે. વધી રહેલા ક્રાઇમ રેટના કારણે પોલીસ કેમ ચુપ રહે છેઅને અસમાજીક તત્વોને ઝડપી પાડવા પોલીસ કેમ નિષ્ફળ રહે છે તે એક મોટો પ્રશ્ન છે.

વડોદરા શહેરમાં બે મહિનામાં ૦૩ હત્યા, ૦૫ હત્યાના પ્રયાસો, ડીસેમ્બરમાં ૨૪ અને જાન્યુઆરીમાં ૩૮ ચોરીના ગુના નોંધાયા, ડીસેમ્બરમાં ૧૦ લૂંટ અને જાન્યુઆરીમાં ૦૨ કેસ નોંધાયા. આમ દરેક શહેરમાં ૨ મહિનાથી ચોરી અને હત્યાના કેસો પણ વધી રહ્યા છે જેના લીધે લોકોમાં ગભરાટની લાગણી પ્રસરી જવા પામી છે.

સૌજન્ય

 


Share

Related posts

નારી સંરક્ષણ કેન્દ્ર ભરૂચ ખાતે શુભપ્રસંગ યોજાયો.મહાનુભવોએ હાજરી આપી …

ProudOfGujarat

અંકલેશ્વરના બોરીદ્ર ગામ પાસેની આમલાખાડીમાંથી વન વિભાગની ટીમે 7 ફૂટ લાંબો મગર ઝડપી પાડ્યો હતો

ProudOfGujarat

ગાંધીનગરનાં વિશ્વપ્રસિદ્ધ રૂપાલ વરદાયીની માતાની વર્ષો જૂની પરંપરા મુજબ લાખો લિટર ઘીનો અભિષેક કરાયો.

ProudOfGujarat
error: Content is protected !!