Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગુજરાત રાજ્ય વનસંરક્ષક કર્મચારીઓ શા માટે અચોક્કસ મુદ્દતની હડતાળ પર જશે ?

Share

રાજ્ય સરકારે હાલમાં જ પોલીસ કર્મચારીઓને વેતન વધારો સહિતનો લાભ આપ્યો હતો. જોકે, વન કર્મચારીઓની વર્ષો જૂની પગાર, બઢતી, ભરતી સહિતની પડતર માંગણીઓ સંદર્ભે આશ્વસન બાદ કોઈ નિરાકરણ નહિ લવાતા તા. 29 મી થી રાજ્યવ્યાપી હડતાળની ઘોષણા કરાઈ છે. ગુજરાત રાજ્ય વન કર્મચારી મહામંડળ દ્વારા અગાઉ ગ્રેડ પે, બઢતી અને ભરતી રેસિયો સહિતના વર્ષો જુના પડતર પ્રશ્નોને લઈ રાજ્ય સરકારમાં રજુઆત કરાઈ હતી.

રાજ્ય સરકારે વન વિભાગના વનરક્ષક અને વનપાલના વર્ષો જુના પડતર પ્રશ્નો નિવારવાની ખાતરી આપી હતી. જોકે તેનું નિરાકરણ નહિ આવતા અગાઉની જાહેરાત મુજબ 28 ઓગસ્ટથી રાજ્યભરના વન કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ ઉપર જવા મક્કમ બન્યા છે.

Advertisement

ભરૂચ જિલ્લામાં પણ વનપાલ અને વનરક્ષક તરીકે ફરજ બજાવતા 500 થી વધુ કર્મચારીઓએ આજે મંગળવારે નાયબ વન સંરક્ષકની કચેરી ખાતે ભેગા થઈ ડી.એફ.સી. અને એ.સી.એફ. ને મુખ્યમંત્રીને સંબોધતુ આવેદન પત્ર પાઠવ્યું હતું. જેમાં ભરૂચ જિલ્લાના પણ તમામ વન કર્મચારીઓ રાજ્યના કર્મચારીઓ સાથે 29 ઓગસ્ટથી અચોકસ મુદતની હડતાળ ઉપર ઉતરી તમામ કામગીરીથી અળગા રહેશે તેવી જાહેરાત કરી છે.


Share

Related posts

લીંબડીના સસ્તા અનાજની દુકાન પર પુરવઠા મામલતદાર આવતા ખળભળાટ.

ProudOfGujarat

દહેજ પંથકમાં એક કામદારે આત્મહત્યા કરી.

ProudOfGujarat

અમદાવાદ – ટ્રાફિક ઝૂંબેશ અંતર્ગત દિવસમાં અંદાજે 2 લાખ દંડ વસૂલાય છે, 15 દિવસમાં 9500 થી વધુ કેસો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!