Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઓછુ મતદાન મતદારોની નિરસતા કે ઉમેદવારો સામેનો રોષ?

Share

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો પ્રથમ તબક્કો પૂર્ણ થઈ ગયો છે. તા.૧ ના રોજ પ્રથમ તબકકાનું મતદાન યોજાયુ હતુ. પ્રથમ તબક્કામાં સરેરાશ પપ ટકાની આસપાસ મતદાન નોંધાયુ છે. જો અમરેલી જિલ્લાના મતદાનની વાત કરીએ તો ગત વિધાનસભાની ચૂંટણી કરતા આ વિધાનસભાની ચૂંટણીમાં મતદાન ઓછુ નોંધાતા ઉમેદવારોના ચહેરા પર ચિંતાના વાદળો છવાયા છે. વહીવટી તંત્ર દ્વારા વિધાનસભાની ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે અલગ-અલગ થીમ તેમજ ટીઝર દ્વારા મતદારોને જાગૃત કરાયા હતા આમ છતાં અમરેલી જિલ્લાનું સરેરાશ પ૭% મતદાન નોંધાયુ હતુ. મતદાન બાબતે મતદારોએ નિરસતા બતાવતા જિલ્લાની પાંચેય વિધાનસભા બેઠકમાં ગત વર્ષની સરખામણીએ ઓછુ મતદાન નોંધાયુ છે. જે રીતે મતદારોએ નિરસતા દાખવી છે તેની બીજી વાત પણ બહાર આવી છે.

મતદારોએ ઓછુ મતદાન કરીને ઉમેદવારો સામેનો રોષ પણ વ્યક્ત કર્યો છે તેવુ ચિત્ર પણ સામે આવ્યુ છે. રાજકીય પક્ષોએ એકબીજા પર આક્ષેપો કરવામાં કાંઈ બાકી રાખ્યુ નથી. ધારાસભ્ય બન્યા પછી સામાન્ય માનવીની મદદ માટે કોઈ આગળ આવતું નથી. જનતા પોલીસ તંત્રનો ભોગ બનતી હોય ત્યારે ધારાસભ્ય બન્યા પછી જનતા માટે કોઈ આગળ આવતું નથી. ઘણીવાર તો ધારાસભ્યો સામાન્ય જનતાના ફોન પણ ઉપાડતા નથી તેવુ લોકોમાં ચર્ચાઈ રહ્યુ છે.

Advertisement

લોકોના મનમાં ઠસી ગયુ છે કે કોઈપણ ઉમેદવાર જીતે જનતાના લલાટે તો હાલાકી જ લખાયેલી છે. ઉમેદવારોના ટેકેદારોએ મતદારોને મતદાન મથક સુધી લઈ જવા માટે રીક્ષા, કાર સહિતની વ્યવસ્થા કરી હતી પરંતુ મતદારોએ આ વખતની ચૂંટણીમાં ભારે નિરસતા દેખાડી છે. જેથી ઓછુ મતદાન એ ઉમેદવારો સામેનો રોષ પણ હોય શકે છે. અમરેલી જિલ્લામાં ઓછુ મતદાન થવાથી હાર-જીતના સમીકરણ વિચારવા ખુબ જ મુશ્કેલ બન્યા છે.

જિલ્લાની પાંચેય વિધાનસભા બેઠક પર ઓછુ મતદાન કયા પક્ષને ફાયદો કરશે તે આગામી તા.૮ ના રોજ ખબર પડી જશે.


Share

Related posts

ભરૂચ : નવરાત્રી પર્વમાં વિધર્મીઓની પ્રવેશ બંધી અને ગરબા આયોજનમાં બહેનો પાસેથી ફી વસુલાતને લઈ વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા આવેદનપત્ર પાઠવાયું.

ProudOfGujarat

ઝઘડીયા : મતગણતરી કેન્દ્ર બહાર ઉમેદવારો અને તેમના સમર્થકોની હાજરીથી મેળા જેવું દ્રશ્ય સર્જાયુ.

ProudOfGujarat

ભરૂચમાં હજયાત્રીઓ માટે વેક્સિનેશન કેમ્પ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!