Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાનકાર્ડ અને આધારકાર્ડ લિંક કરવાની છેલ્લી તારીખ 30 જૂન, 2023 સુધી લંબાવાઇ

Share

કેન્દ્ર સરકારે પાન કાર્ડ અને આધાર કાર્ડને લિંક કરવાની સમયમર્યાદા લંબાવી છે. નવી મળતી માહિતી મુજબ, PAN-આધાર લિંક કરવાની અંતિમ તારીખ 30 જૂન, 2023 સુધી લંબાવવામાં આવી છે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) એ એક નોટિફિકેશન જારી કરીને આ જાણકારી આપી છે. મહત્વનું છે કે, આ પહેલા પાન કાર્ડ અને આધાર કાર્ડને લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 હતી. જો તમે આ સમયમર્યાદા સુધી તમારા પાન કાર્ડને આધાર સાથે લિંક નહીં કરો, તો તમારું પાન કાર્ડ ડેએક્ટીવેટ થઈ જશે. જોકે આ નવી ડેડલાઈન સાથે પણ આધાર પાન લિંક કરવા પર તમારે 1000 રૂપિયાનો દંડ ભરવો પડશે. 1 જુલાઈ બાદ લિંક ન થવાના કિસ્સામાં તમારું પાન કાર્ડ ડીએક્ટિવ થઈ જશે અને તમારે તેનો ઉપયોગ કરવા બદલ 10,000 રૂપિયાનો દંડ ભરવો પડશે.

Advertisement

Share

Related posts

ભરૂચ : લુવારા ગામ પાસે રીક્ષા અને કાર વચ્ચે અકસ્માત થતાં રીક્ષામાં બેઠેલા પેસેન્જરોને ઇજા…

ProudOfGujarat

જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને આરોગ્ય શાખાની વિવિધ સમિતિઓની બેઠક યોજાઈ

ProudOfGujarat

ભરૂચ:આંગણવાડી બહેનોએ પગાર વધારાની માંગણીઓ સાથે દેખાવો યોજી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!