Proud of Gujarat
FeaturedGujaratINDIA

જુનિયર ક્લાર્ક પેપરલીક કેસમાં આરોપીઓ પાસેથી પેપર ખરીદનારા 30 વિદ્યાર્થીઓની ધરપકડ

Share

આગામી 09 એપ્રિલના રોજ રાજયમાં આશરે 10 લાખ વિદ્યાર્થીઓ જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવાના છે. અગાઉ જુનિયર ક્લાર્ક પેપર લીક કેસમાં ગુજરાત ATS એ હાલ વધુ 10 આરોપીઓની ધરપકડ કરી છે. જુનિયર ક્લાર્ક પેપર લીક મામલે અત્યાર સુધીમાં 25 થી વધુ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તે ઉપરાંત ATS એ આરોપીઓ પાસેથી પેપર ખરીદનારા 30 જેટલા પરીક્ષાર્થીઓની પણ ઝડપી પાડયા છે.

આ પેપર લીકના મુખ્ય આરોપી ભાસ્કર ચૌધરીની વડોદરા ખાતેની સ્ટેકવાઈઝ ટેકનોલોજી ઓફિસ પર દરોડા પાડીને તેની ઓફિસ ખાતેથી તથા આ કેસમાં સંડોવાયેલ અન્ય આરોપી એજન્ટોના વાહનોમાંથી આ ધરપકડ કરેલ પરીક્ષાર્થીઓના 29 જાન્યુઆરી 2022 ના રોજ લેવાનાર જુનિયક ક્લાર્કની પરીક્ષાના કોલલેટર, કોરા ચેક, અસલ સર્ટીફિકેટ તથા અન્ય દસ્તાવેજો મળી આવ્યા હતાં.

Advertisement

આ ધરપકડ કરાયેલ પરીક્ષાર્થીઓની વધુ પુછપરછ કરતાં પરીક્ષાર્થીઓને વડોદરા ખાતે સ્ટેકવાઈઝ ટેકનોલોજી ઓફિસ ખાતે જુનિયર ક્લાર્કની પરીક્ષાની આગળની રાત્રે પરીક્ષામાં પુછાનાર પ્રશ્નોની વિગતો આપવામાં આવનાર હતી. જેના બદલામાં તેઓ દ્નારા પેપરલીકના આરોપીઓને 12 થી 15 લાખ રૂપિયા આપવાના નક્કી કરવામાં આવ્યું હતું. પોલીસે 30 પરીક્ષાર્થીઓની ધરપકડ કરી છે. બાકી રહેલા પરીક્ષાર્થીઓની ધરપકડ કરવાની બાકી છે. જુનિયર ક્લાર્ક પરીક્ષા પેપરલીક મામલે ગુજરાત ATS ટીમ ખૂબ સક્રિય જોવા મળી રહી છે અને તે એક પછી એક તમામ આરોપીઓની ધરપકડ કરી રહી છે. એવામાં હાલ જુનિયર ક્લાર્ક પેપરલીક કેસમાં સંડોવાયેલા વધુ 10 આરોપી ઝડપાયા છે. જે બાદ હવે જુનિયર ક્લાર્ક પેપરલીક કેસમાં અત્યાર સુધી 25 થી વધુ આરોપીઓ ઝડપાયા છે.


Share

Related posts

લીલીયા તથા સાવ૨કુંડલા વિસ્તારમાંથી ત્રણ બોગસ ડોક્ટરોને ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ.

ProudOfGujarat

નબીપુર ખાતે ફૂટબોલની ઓપન ટૂર્નામેન્ટમાં નબીપુરની ટીમનો 1-0 ગોલથી શાનદાર વિજય.

ProudOfGujarat

અંકલેશ્વર: ત્રણ રસ્તા વિસ્તાર નજીક એકાએક મોટું વૃક્ષ તૂટી પડતા દોડધામ મચી જવા પામી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!