Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમેરિકામાં હિટ એન્ડ રનમાં ગુજરાતી યુવકનું મોત, પિતા સાથે વાત કરતાં જ ગાડીએ ટક્કર મારી

Share

અમેરિકામાં વધુ એક ગુજરાતી યુવકનું મોત થયું છે. પાટણનો યુવક ટુરિસ્ટ વિઝા પર અમેરિકા ગયો હતો. જે આવતા મહિને ભારત પરત ફરવાનો હતો. પિતા સાથે ફોન પર વાત કરતાં સમયે જ ગાડીઓએ ટક્કર મારી હોવાનું જાણવા મળ્યું છે. આ દુઃખદ સમાચાર મળતા જ યુવકના પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. યુવકના મૃતદેહને અમેરિકાથી પાટણ લાવવા માટે સરકારને જાણ કરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર, પાટણનો દર્શિલ ઠક્કર નામનો યુવક ટુરિસ્ટ વિઝા પર અમેરિકા ગયો હતો. અમેરિકાના હ્યુસ્ટન શહેરમાં દર્શિલ સિગ્નલ બંધ હતું ત્યારે રોડ ક્રોસ કરી રહ્યો હતો, આ દરમિયાન અચાનક સિગ્નલ ખુલી જતાં કારે દર્શિલને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં તેનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે કાર ચાલક અકસ્માત સર્જ્યા બાદ ફરાર થઈ ગયો હતો. દર્શિલના મોતના સમાચાર મળતા જ વતનમાં રહેતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. દર્શિલ ટુરિસ્ટ વિઝા પર અમેરિકા ગયો હતો અને તે સપ્ટેમ્બર મહિનામાં ભારત પરત આવવાનો હતો.

Advertisement

પાટણમાં શિવકૃપા સોસાયટીમાં રહેતો દર્શિલ ટુરિસ્ટ વિઝા પર 9 એપ્રિલ 2023 ના રોજ અમેરિકા ફરવા ગયો હતો. જે 26 સપ્ટેમ્બરના રોજ પરત ફરવાનો હતો. દર્શિલ ઠક્કર 31 જૂલાઇના રોજ સાંજે અમેરિકાના હ્યુસ્ટન ટેક્સાસમાં વોકિંગ પર નીકળ્યો હતો. ત્યારે તે તેના મમ્મી પપ્પા સાથે વીડિયો કોલમાં વાતચીત કરતો હતો. આ દરમિયાન સિગ્નલ બંધ હોવાથી દર્શિલને થયું રોડ ક્રોસ કરવા ગયો પણ જેવો રોડ ક્રોસ કરવા ગયો કે અચાનક સિગ્નલ ખુલી ગયું અને ચિત્તાની ઝડપે આવતી ગાડીઓ દર્શિલ પરથી નીકળી ગઇ. આમ ગાડીઓના ટાયર દર્શિલ પર ફરી વળતાં દર્શિલ મોત ભેટ્યો હતો. દર્શિલના અકસ્માતની જાણ પરિવારજનોને થતાં પરિવારે મૃતદેહને ભારત લાવવા માટે પી.એમ.ઓ, સી.એમ ભૂપેન્દ્ર પટેલ અને સિદ્ધપુરના ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતને રજૂઆત કરી હતી. સરકારનો સહકાર પણ મળ્યો હતો, પરંતુ ત્યાંના ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે દર્શિલનો મૃતદેહ ભારત લઇ જવાની હાલતમાં નથી. જેથી હવે દર્શિલના અંતિમ સંસ્કાર અમેરિકામાં જ કરવામાં આવશે.


Share

Related posts

मिल्खा सिंह और सुनील गावस्कर ने की फ़िल्म “मेरे प्यारे प्राइम मिनिस्टर” की प्रशंसा!

ProudOfGujarat

માંગરોળ : મોસાલી ગામે માર્કેટયાર્ડના હાટ બજારમાં મોબાઇલની ચોરી કરનારા બે ઇસમો ઝડપાયા.

ProudOfGujarat

એક ચૂક અને ગઇ હાઇવા ટ્રક ખાડામાં-ઝઘડિયાના બામલ્લા ગામ નજીક બની ઘટના-લોકોએ ગણાવી તંત્રની બેદરકારી….જાણો શુ છે કારણ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!