Proud of Gujarat
FeaturedGujaratINDIA

માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને મોટી રાહત, સુપ્રીમ કોર્ટે ફટકારેલી સજા પર લગાવી રોક

Share

મોદી સરનેમ કેસમાં સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને મોટી રાહત આપી છે. આ કેસમાં પોતાનો ચુકાદો આપતાં સુપ્રીમ કોર્ટે રાહુલની સજા પર રોક લગાવી દીધી છે. જ્યાં સુધી અપીલ પેન્ડિંગ છે, ત્યાં સુધી સજા રોક લગાવાઈ છે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીનું રાજકીય ભવિષ્ય નક્કી થઈ જશે. આ મામલાની સુનાવણી જસ્ટિસ બીઆર ગવઈની અધ્યક્ષતાવાળી બેન્ચે કરી હતી.

મોદી સરનેમ કેસમાં રાહુલની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ છે. જેમાં રાહુલ ગાંધીના વકીલ સિંધવીએ દોષસિદ્ધિ પર રોક લગાવાવની માંગ કરી હતી. તમામ પક્ષોને દલીલ માટે 15-15 મિનિટનો સમય અપાયો હતો. રાહુલના વકીલે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે, ફરિયાદીની અસલી સરનેમ મોદી નથી, બાદમાં તેમણે સરનેમ બદલી છે.

Advertisement

મોદી સરનેમ માનહાનિ કેસમાં ફરિયાદી પૂર્ણેશ મોદીએ સુપ્રીમ કોર્ટમાં 31 જુલાઈએ જવાબ દાખલ કર્યો હતો. જેમાં તેમણે રાહુલ ગાંધીની અરજી ફગાવવાની માંગ કરી હતી. જણાવી દઈએ કે, રાહુલ ગાંધીએ પોતાની સજા પર રોક લગાવવાની માંગ કરી હતી, જેના પર આજે સુનાવણી થઈ છે. પૂર્ણેશ મોદીએ કહ્યું હતું કે, રાહુલ ગાંધીને રાહત આપવાનો કોઈ આધાર નથી. તેમનું આચરણ અભિમાન ભર્યું છે. વગર કારણે એક આખા વર્ગને અપમાનિત કર્યા બાદ તેમણે માફી માંગવાની ના પાડી.

બે દિવસ અગાઉ જ રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટમાં જવાબ દાખલ કર્યો હતો. જેમાં રાહુલ ગાંધીએ માફી માંગવાનો ઈન્કાર કરી દીધો હતો. સુપ્રીમ કોર્ટમાં સોગંદનામામાં દાખલ કરીને કહ્યું હતું કે, માફી માંગવાનો સવાલ ઉઠતો નથી. પ્રથમ દ્રષ્ટિએ આ માનહાનિનો કેસ જ નથી બનતો. માફી માંગવાનું કોઈ કૃત્ય જ નથી. અપીલ સેશન્સ કોર્ટમાં પેન્ડિંગ છે. તેમાં સફળતાની સંભાવના છે. એટલા માટે સજા પર સુપ્રીમ કોર્ટ રોક લગાવી દે. પૂર્ણેશ મોદીએ સીધું તેમનું ભાષણ નહોતું સાંભળ્યું. મારા કેસને અપવાદ ગણીને રાહત આપવામાં આવે. માનહાનિ કેસમાં વધુ સજાને લઈને સંસદનું સભ્યપદ ગુમાવ્યું છે. પૂર્ણેશ મોદી ખુદ મૂળ રીતે મોદી સમાજના નથી. તેમણે આ પહેલા કોઈ કેસમાં સજા મળી નથી. માફી ન માંગવાને લઈને અભિમાની ગણવો ખોટું છે.

માનહાનિ મામલે રાહુલ ગાંધીએ આ વર્ષે માર્ચમાં સુરતની એક કોર્ટે બે વર્ષની કેદની સજા સંભળાવી હતી અને ગુજરાત હાઈકોર્ટે 7 જુલાઈએ તેમની સજા પર રોક લગાવવાનો ઈન્કાર કરી દીધો હતો. ત્યારબાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સુપ્રીમ કોર્ટ પહોંચ્યા, જ્યાં 21 જુલાઈએ ગુજરાત સરકાર સહિત સંબંધિત પક્ષોને નોટિસ મોકલીને જવાબ દાખલ કરવા કહ્યું હતું.

રાહુલ ગાંધીએ 13 એપ્રિલે 2019 એ કર્ણાટકના કોલારમાં એક ચૂંટણી સભાને સંબોધિત કરતા કહ્યું હતું કે, તમામ ચોરના ઉપમાન મોદી કેમ હોય છે? જેને લઈને પૂર્ણેશ મોદીએ 2019 માં તેમના વિરૂદ્ધ ગુનાહિત માનહાનિનો કેસ દાખલ કરાયો હતો.


Share

Related posts

ભરૂચ:૫ત્ની સાથે નગ્ન હાલતમાં જોઈ લેનાર પ્રેમીનો ૫તિ ૫ર હુમલો…

ProudOfGujarat

વડોદરા : બુલેટ ટ્રેન માટે જમીન સંપાદન મામલે આવાસો દૂર કરાતા ગોકુલ ભૈયાની ચાલીના રહીશોનો વિરોધ.

ProudOfGujarat

ભરૂચ બસ ડેપો પર વિદ્યાર્થીઓનો હોબાળો, બસમાં ક્ષમતા કરતા વધુ વિદ્યાર્થીઓ મુસાફરી કરવા મજબુર, મામલે કરાઈ રજુઆત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!