Proud of Gujarat
FeaturedGujaratINDIA

હૈદરાબાદમાં નામપલ્લીના એક એપાર્ટમેન્ટમાં ભીષણ આગ લાગતાં 6 નાં મોત, ત્રણ ગંભીર

Share

હૈદરાબાદમાં એક મોટી દુર્ઘટના બની છે જેમા એક એપાર્ટમેન્ટમાં ભીષણ લાગતા છ લોકોના મોતના અહેવાલ મળી રહ્યા છે. ત્રણ લોકોની હાલત ગંભીર છે.

તેલંગાણાના હૈદરાબાદમાં આજે સવારે એક એપાર્ટમેન્ટમાં ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં ઓછામાં ઓછા 6 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. જણાવવામાં આવી રહ્યું છે કે આગ બિલ્ડિંગમાં સ્થિત એક વેરહાઉસમાં લાગી હતી. આ આગ એટલી ઝડપથી ફેલાઈ કે ઘણા લોકો તેની ચપેટમાં આવી ગયા હતા. ફાયર વિભાગની અનેક ગાડીઓ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. પ્રાથમિક વિગતો અનુસાર આ ઘટના હૈદરાબાદના નામપલ્લી વિસ્તારમાં બની હતી. અહીં એક કારના સમારકામનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન નજીકમાં રાખેલા કેમિકલમાં આગ લાગી હતી. હાલ 3ની હાલત ગંભીર છે અને તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

Advertisement

Share

Related posts

નડિયાદ: માતર ખોડીયાર ચોકડી પાસે વિદેશી દારૂ સાથે એક ઇસમને ઝડપી પાડતી નડિયાદ પોલીસ.

ProudOfGujarat

પંચમહાલની હાલોલ GIDC માં JCB પ્લાન્ટની બ્રિટનના પ્રધાનમંત્રી એ લીઘી મુલાકાત.

ProudOfGujarat

ડો.બાબાસાહેબ આંબેડકરની જયંતિએ ખેડા જિલ્લા ભાજપ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!