Proud of Gujarat
FeaturedGujaratINDIA

હરિયાણાના પાણીપતમાં સિલિન્ડર બ્લાસ્ટની ઘટનામાં એક જ પરિવારના 6 લોકોના મોત

Share

હરિયાણાના પાણીપતમાં આજે વહેલી સવારે સિલિન્ડર બ્લાસની ઘટના સામે આવી છે. ત્યારે સિલિન્ડર બ્લાસ્ટ થવાથી 6 લોકોના મોત થયા છે. પોલીસે આ ઘટના વિશે જણાવ્યું કે આજે સવારે ચા બનાવતી વખતે સિલિન્ડરમાં અચાનક આગ લાગી હતી, અને જે બાદ અચાનક સિલિન્ડર બ્લાસ્ટ થતા ત્યાં હાજર તમામ 6 લોકો દાઝી ગયા હતા. આગ લાગ્યા બાદ રૂમનો દરવાજો ન ખુલતા તમામ 6 લોકોના મોત થયા છે

મળતી માહિતી મુજબ પાણીપતના કેમ્પ વિસ્તારમાં સિલિન્ડર વિસ્ફોટની ઘટના સવારેના સમયે બની હતી. બ્લાસ્ટ એટલો ઝડપથી થયો કે રૂમની અંદર બંધ લોકોને દરવાજો ખોલવાની તક પણ ન મળી. રૂમનો દરવાજો ન ખોલવાને કારણે એક જ પરિવારના છ લોકોના મોત થયા છે. મળતી માહિતી મુજબ, અકસ્માતનો ભોગ બનેલા તમામ લોકો પાણીપતના કેમ્પ વિસ્તારમાં ભાડા પર રહેતા હતા. તે તમામ મૃતકોની ઓળખ 50 વર્ષીય અબ્દુલ કરીમ, 46 વર્ષીય તેની પત્ની અફરોઝા, 17 વર્ષની મોટી પુત્રી ઈશરત ખાતુન, 16 વર્ષીય રેશ્મા 10 વર્ષનો અબ્દુલ શકૂર અને 7 વર્ષનો અફફાન તરીકે થઈ છે. ઘટનાની માહિતી મળતા જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસમાં લાગી ગઈ હતી.

Advertisement

Share

Related posts

છેલ્લા ૧૫ દિવસમાં ત્રીજી આદિવાસી વ્યક્તિ જંગલી દીપડાના આંતકનો ભોગ બની, જંગલ ખાતુ ત્વરિત પગલા ભરે અને લોકોનો ભય દૂર કરે : સંદીપ માંગરોલા

ProudOfGujarat

નાની નરોલી BVB GIPCL એકેડમીમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી : ‘યુવા શક્તિ ફોર વિકસિત ભારત@2047’ અને ‘વંદે માતરમ્’ના 150 વર્ષ’ની થીમ સાથે દેશભક્તિનો માહોલ

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાનાં ધોલી ગામનાં આધેડનું અસનાવી નજીક અકસ્માતમાં મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!