Proud of Gujarat
FeaturedGujaratINDIA

કાકા-બા હોસ્પિટલ હાંસોટ દ્વારા યોજાયેલ રક્તદાન શિબિર

Share

પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગના હરિકૃષ્ણ પટેલ અને ભરૂચના પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા આજે પોલીસ ઇન્સ્પેક્ટરની કચેરી હાંસોટ અને કાકા-બા હોસ્પિટલ સુરત દ્વારા એક રક્તદાન શિબિરનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. આ રક્તદાન શિબિર કાકા-બા હોસ્પિટલ હાંસોટ ખાતે યોજાઇ હતી. આ રક્તદાન શિબિર નો મુખ્ય ઉદ્દેશ covid-19 ના કારણે અવારનવાર. રક્તની જરૂરિયાત પડતી હોય છે જેના અનુસંધાને આજે હાંસોટ ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર ની કચેરી અને કાકા-બા હોસ્પિટલ ના સંયુક્ત ઉપક્રમે એક રક્તદાન શિબિરનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું આ રક્તદાન શિબિરમાં જી.આર.ડી.ના સભ્યોએ રક્તદાન કર્યું હતું આ ઉપરાંત અન્ય લોકો પણ રક્તદાન શિબિરમાં સહભાગી બન્યા હતા આ રક્તદાન શિબિરમાં કુલ 70 લોકોએ રક્તદાન કર્યું હતુ. આ શિબિરમાં સરદાર વલ્લભભાઈ પટેલ બ્લડ બેન્ક સુરત એ સહયોગ આપ્યો હતો.

Advertisement

Share

Related posts

ત્રાલસા અસ્મિતા વિકાસ કેન્દ્રના દિવ્યાંગ બાળકોએ બનાવેલા કોડિયા, અગરબત્તી તેમજ દિવાળીમાં ડેકોરેશનની આઈટમોનું એક્ઝિબિશન Epoxy ડિવિઝનમાં ગ્રાસીમ કંપની ખાતે યોજાયું.

ProudOfGujarat

નમોએપ ના માધ્યમથી મહિલા સ્વયંસેવી સંસ્થાઓ સાથે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાથે સીધો સંવાદ કૉયક્રમ .

ProudOfGujarat

નડિયાદ : શાળા અને આંગણવાડીના ૨૦૦ વિદ્યાર્થીઓને હર્બલ કલરની ભેટ અપાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!