Proud of Gujarat
FeaturedGujaratINDIA

હવે ભરૂચમાં વિદ્યાર્થીઓ કરી શકશે MBBS.

Share

ભરૂચ જીલ્લામાં 150 સીટની મેડિકલ કોલેજની પરવાનગી મળી ગઈ છે, ભરૂચમાં એન્જિન્યરિંગ કોલેજ છે પરંતુ હવે અહીંયા વિદ્યાર્થીઓ MBBS નો અભ્યાસ પણ કરી શકશે.

ભરૂચ જીલ્લામાં શૈક્ષણિક વર્ષ 2020-21 માટે MBBS કોલેજની શરૂઆત કરવાની કેન્દ્ર સરકારની મંજૂરી મળી ગઈ છે. ભરૂચ જીલ્લામાં ડૉ.કિરણ સી. પટેલ મેડિકલ કોલેજ ખાતે અને રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ ખાતે MBBS ની 150 બેઠક પ્રવેશ પ્રક્રિયાની મંજૂરી દિલ્હી દ્વારા મળી છે.

ભરૂચમાં હાલ સિવિલનું સમગ્ર કાર્ય રૂદ્રાક્ષ એકેડમી પ્રા.લિ. વડોદરા સંચાલન કરે છે. અહીં આપનાર દર્દીઓને વધુ પડતી સારવાર અર્થે સુરત અને વડોદરાની હોસ્પીટલમાં ખસેડવામાં આવે છે, પરંતુ આગામી સમયમાં જે દર્દીઓ સુરત કે વડોદરા સુધી ધક્કા ખાતા હતા તેઓને અહીં ભરૂચ ખાતે જ તમામ સુવિધાઓ મળી રહેશે તેવું ધારાસભ્ય દુષ્યંત પટેલે જણાવ્યુ છે. તેમજ મેડિકલ કોલેજની ટૂંક સમયમાં પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

Advertisement

Share

Related posts

લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝાટકો, હવે આ નેતાએ 150 કાર્યકર્તાઓ સાથે ભગવો ધારણ કર્યો

ProudOfGujarat

ભરૂચના સરનાડ – વ્હાલું ગામને જોડતા રસ્તાનું કરાયું ખાતમુહૂર્ત.

ProudOfGujarat

ભારત ગૌરવ સ્પેશિયલ ટ્રેનમાં 80 થી વધુ મુસાફરોને ફૂડ પોઈઝનિંગની અસર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!