Proud of Gujarat
FeaturedGujaratINDIA

હાંસોટ તાલુકાના બી.આર. સી.કો-ઓર્ડિનેટરનું સન્માન કરાયું.

Share

ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર પ્રેરિત જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ ભરૂચ આયોજિત સ્કૂલ ઓફ એક્સેલેન્સ અંતર્ગત પ્રાથમિક શાળાઓનાં બાળકોની વેશભૂષા હરીફાઈ પ્રાથમિક શાળા ત્રાલસા તા.જિ. ભરૂચ ખાતે યોજવામાં આવી હતી. SOE ની જિલ્લાની 36 શાળાનાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી શ્રી યોગેશ ચૌધરી સાહેબના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવ્યો હતો. માનનીય ડી.ડી.ઓ સાહેબની પ્રેરણાથી “ઉડીએ જ્ઞાનની પંખે” જિલ્લામાં લાયબ્રેરીનાં પુસ્તકો જુદી જુદી શાળામાં વિતરણ કરવામાં આવ્યું હતું. લાયબ્રેરી પુસ્તકો 15000 જેટલાં હાંસોટ તાલુકાનાં બી.આર.સી કો-ઓર્ડીનેટર શ્રી હિતેન્દ્રભાઈ ડી.પટેલ તરફથી આપવામાં આવ્યા હતાં. જે બદલ માનનીય ડી.ડી.ઓ સાહેબ દ્વારા હિતેન્દ્ર ડી.પટેલનું શાલ ઓઢીને સન્માન કરવામાં આવ્યું હતું.જે બદલ હાંસોટ બી.આર.સી એ બ્લોકના તમામ સ્ટાફ તાલુકાના તમામ શિક્ષકો, દાતાશ્રીનો, પ્રત્યક્ષ- પરોક્ષ સહકાર આપનારનો અંતઃકરણ પૂર્વક આભાર માન્યો હતો.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર મુલદ ચોકડી નેશનલ હાઈવે ઉપર ટ્રકમાં લાગી આગ…

ProudOfGujarat

ભરૂચ પેરોલ ફલૉ સ્કોડ પોલીસે કસ્ટમ ઓફિસરના નામે છેતરપીંડીના ગુનામાં સંડોવાયેલ આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી…

ProudOfGujarat

સંત વિજયદાસ સેવાશ્રય ટ્રસ્ટ, ડાકોર દ્વારા સમુહ લગ્નોત્સવ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!