Proud of Gujarat
FeaturedGujaratINDIA

સારોદ-જંબુસર મુકામે આવેલ પી.આઈ. ઇન્ડસ્ટ્રીઝ (MPP5-પ્લાન્ટ) ને ક્લોઝર અને રૂપિયા ૧ કરોડથી દંડીત કરાઈ.

Share

હાલમાં બનેલ અકસ્માતમાં પાંચ વ્યક્તિઓના મૃત્યુ, અનેકના ઘાયલ થયાની ધટના તેમજ આ એકમની સ્થાપના બાદથી જ વાંરવાર પર્યાવરણના કાયદાઓનું ઉલ્લંધનની થતી ફરિયાદો માટે પર્યાવરણ વાદીઓ તરફથી ઉચ્ચ સ્તરે લેખિત અને મૌખિક ફરિયાદ કરી આ એકમની મંજુરી રદ કરવાની માંગણી કરવામાં આવી છે. મોજે સારોદ, તાલુકા-જંબુસર, જીલ્લા-ભરૂચ મકામે આવેલ પી.આઈ ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં તા.૦૬/૦૧/૨૦૨૦ ના રોજ બનેલ અકસ્માતમાં પાંચ વ્યક્તિઓના મરણ થયા હતા અને અન્ય કેટલાક ગંભીર રીતે ઘાયલ થયેલ હતા. જે માટે આ એકમની બેદરકારી જવાબદાર છે. આ એકમને જીપીસીબી તરફથી વાંરવારના અપાયેલ દિશા-નિર્દેશોનું ઉલ્લંધન કરતા આ બેદરકારીનો ભોગ નિર્દોષ કામદારો બન્યા હતા. જો કાયદાઓનું પાલન કર્યું હોત કે જીપીસીબીની નોટીશોનો ખરા અર્થમાં અમલ કર્યો હોત તો આ દુર્ઘટના ના બની હોત. અકસ્માતમાં થયેલ પાંચ વ્યક્તિઓના મૃત્યુ, અને એકમની સ્થાપના બાદથી જ વાંરવાર પર્યાવરણના કાયદાઓનું ઉલ્લંધન થવાની, અને પર્યાવરણને થતા નુકસાનની થતી ફરિયાદો માટે આ એકમ સામે તારીખ ૧૨-૦૧-૨૦૨૦ ના રોજ પ્રકૃતિ સુરક્ષા મંડળ તરફથી ઉચ્ચ સ્તરે લેખિત અને મૌખિક ફરિયાદ કરી આ એકમની મંજુરી રદ કરવાની માંગણી કરવામાં આવી હતી. જીપીસીબી ગાંધીનગર તરફથી કાર્યવાહીના ભાગરૂપે ૧૬/૦૧/૨૦૨૦ ના રોજ (જાવક પત્ર ક્રમાંક.૫૫૧૩૦ થી) આ એકમના જે પ્લાન્ટમાં દુર્ઘટના બની હતી તે MPP5 પ્લાન્ટને તાત્કાલિક અસરથી બંધ કરવા કે જેમાં વીજ-પાણી ના કનેકશનો પણ કટ કરવાના હુકમો થયા છે. તેમજ પર્યાવરણને થયેલ ગંભીર નુકશાનના દંડ બદલ એક કરોડ રૂપિયા જમા કરવાના હુકમો થયા છે. જોકે આ હુકમ સામે આ પી.આઈ ઇન્ડસ્ટ્રીઝ કંપનીના સત્તાધીશો તરફથી અપીલ કરી રજૂઆત કરવામાં આવી હતી કે (૧) પ્લાન્ટના વીજ-પાણીના કનેકશનો હાલ યથાવત રહેવા દેવામાં આવે અને તે માટે તેમણે તેમના કારણો રજુ કર્યા હતા (૨) એક કરોડનો દંડ વધુ પડતો છે અને તેને તાત્કાલિક ભરવાના હુકમ સામે રાહત આપવી. આ અપીલ સામે જીપીસીબીએ (૧) વીજ-પાણીના કનેકશનો કટ કરવા માટે વધુ ૧૦ દિવસનો સમય આપવામાં આવ્યો છે. (૨) દંડ બાબત જીપીસીબીની વિચારણા હેઠળ છે અને આખરી નિર્ણય હાલ જાણી શકાયું નથી. અને આ એકમ શરૂઆતથી જ જીપીસીબીના નિયમો અને માપદંડોનું ઉલ્લંધન કરતું આવ્યું હોવાની ફરિયાદો થઇ છે. આ બાબતે અનેક વખત સ્થાનિકો, ખેડૂતો અને જે તે સમયના વાગરા વિસ્તારના MLA સાહેબે પણ કલેકટર સાહેબને ફરિયાદ કરી હતી. અને જયારે જયારે ફરિયાદ થઈ છે ત્યારે ત્યારે તપાસ જરૂર થઇ છે અને તેમાં જણાયેલ નિયમોના ભંગ બદલ નોટીસ કે શો-કોઝ નોટીસ અપાઈ છે.પ્રકૃતિ સુરક્ષા મંડળના સલીમ પટેલના જણાવ્યા મુજબ ” અમોએ આ પી.આઈ ઇન્ડસ્ટ્રીઝ કંપનીની શરૂઆતથી લઈને હાલ બનેલ દુર્ઘટના બાબતની માહિતી મેળવતા જાણવા મળેલ છે કે આ એકમ સામે અગાઉ અનેક વખતે પર્યાવરણના કાયદાઓના ઉલ્લંધન બાબતે થયેલ ફરિયાદોના અનુસંધાને અને જે જીપીસીબીની તપાસના અનુસંધાને અનેક ગેરરીતીઓ સામે નોટીસ/શોકોઝ-નોટીસ આપવામાં આવી હતી જેમાં (૧)આ એકમનું વગર મંજુરીએ પ્લાન્ટ ચલાવવો (૨) મંજુરી વગરની કેટલીક પ્રોડક્ટોનું ઉત્પાદન કરવાનું (૩) મંજુરી વગર પોતાના હેઝાર્ડ વેસ્ટ અને એફ્લુએન્ટ બહાર નિકાલ કરવાના ગુનો અને એ બાબત ની માહિતી જીપીસીબી દ્વારા માંગવા છતાં, બદ ઈરાદા સાથે માહિતી ના આપીને અને માહિતી છુપાવવાના ગુના (૪) ખુલ્લામાં ડ્રમોમાં વેસ્ટ ભરી રાખવાના (૫)જમીન પર વેસ્ટ ફેલાવવાના ગુન્હા(૬) વારંવાર કહેવા છતાં ફલોમીટર ના લગાડવું (૭) એફ્લુએન્ટ લઈ જતી પાઈપ-લાઈનોમાં લીકેજ અને તેમાં જીપીસીબીની સુચના બાદ પણ સમયસર રીપેર ના કરવાનું, અને આ લીકેજથી આસપાસની જમીન સાથે ખેડૂતના પાકને ગંભીર નુકશાન કરવાના (૮) એકમના VOC ગંધથી આસપાસના વિસ્તારમાં હવાના પ્રદૂષણ કરવાના (૯) MEE અને ઇન્સીનેટર હોવા છતાં બંધ રાખવા (૧૦) આ એકમના એફ્લુએન્ટને દરિયા સુધી લઈ જવાના સંચાલન કરતી VECL ના રીપોર્ટ મુજબ એફ્લુએન્ટના રીપોર્ટમાં COD,NH3H, TDS અને કલરની માત્રા વધારે હોવાનું (૧૧) આ એકમ તરફથી પાટણની શ્રીજી ઇન્ડસ્ટ્રીઝને તેને મળેલ મંજુરી કરતા અનેક ગણો વધારે સ્પેન્ટ HCL નું ગેર-કાયદેસરના વેચાણ કરવાના ગુના (૧૨) અકસ્માતના દિવસે એટલે કે તારીખ ૦૬/૦૧/૨૦૨૦ ના રોજ જે પ્લાન્ટ (MPP5-પ્લાન્ટ) અકસ્માત થયો તે પ્લાન્ટમાં જે પ્રોડક્ટનું ઉત્પાદન કરી રહ્યા હતા તે પ્રોડક્ટનું તેમના અન્ય પ્લાન્ટ માટે તેમણે R&D માટે નું EC (એન્વાયર્મેન્ટ કલીયરન્સ) મેળવ્યું હતું પરંતુ અકસ્માતવાળા પ્લાન્ટમાં તેનું ઉત્પાદન કરી રહ્યા હોવાનો ગંભીર ગુનો (૧૩) અકસ્માતના દિવસે એટલે કે તારીખ ૦૬/૦૧/૨૦૨૦ ના રોજ એક ટેન્કર કબજે લેવામાં આવેલ કે જેમાં હાઈ COD વેસ્ટ વોટર ભરેલ હતું અને તે માટે જીપીસીબીના તારીખ ૧૧/૧૦/૧૯ ના જાહેરનામાં મુજબના કાયદેસરનાં પરિવહનના કોઈ પણ દસ્તાવેજો કે ઓન-લાઈન મેનીફેસ્ટો પણ આપવામાં આવેલ ના હતા. અને અગાઉ અનેકો પ્રકારના ગંભીર ગુનાઓ સામે અગાઉ ફક્ત નોટીસ કે શોકોઝ નોટીસ સુધીની જ કાર્યવાહી કરવામાં આવી હતી. જો ભૂતકાળમાં સખ્ત કાર્યવાહી કરવામાં આવી હોત તો આ એકમ બેદરકાર ના બન્યો હોત અને આ દુર્ઘટના ટાળી શકાય એમ હતી. આ બેદરકારીએ પાંચ વ્યક્તિઓના મૃત્યુ, અનેકોને ઘાયલ અને પર્યાવરણને ના ભરપાઈ થઈ શકે એવું નુકશાન થઈ ચુક્યુ છે. જીપીસીબી એ પણ આ બનેલ ઘટનાથી બોધપાઠ લેવો જોઈએ અને અભ્યાસ કરવો જોઈએ અને આનું પુરાવર્તન પી.આઈ ઇન્ડસ્ટ્રીઝ કંપનીના અન્ય એકમમાં ના થાય તેમજ રાજ્યના અન્ય એકમોમાં પણ ન થાય એ બાબતની ચર્ચા-વિચારણા કરી નિષ્પક્ષ/પારદર્શક કાર્યવાહી થવી જોઈએ અને કાયદાના અમલમાં સમાનતા જળવાવી જોઈએ. અમારી દ્રષ્ટીએ થયેલ ગંભીર ગેરરીતિઓ સામે આ કાર્યવાહી અપૂરતી છે કે જેમાં જે યુનિટમાં અકસ્માત થયો હતો તે પ્લાન્ટ(MPP-5) ને જ ક્લોઝર આપવામાં આવ્યુ છે કે જેને ફેક્ટરી ઇન્સ્પેકટર દ્વારા પેહલાથી જ ક્લોઝર અપાયેલ છે. તા.૧૨/૦૧/૨૦ ના અમારા પત્રમાં અમારી માંગણી હતી કે અત્યાર સુધી બનેલ ઘટનાક્રમ જોતા સારોદ મુકામે આવેલ પી.આઈ ઇન્ડસ્ટ્રીઝ કંપનીને તાત્કાલિક અસરથી બંધ કરવી જોઈએ અને કાયદા મુજબ એની મંજુરી પણ રદ કરવી જોઈએ. પાંચ-પાંચ નિર્દોષ વ્યક્તિઓના મૃત્યુ બદલ ફોજદારી રાહે કાર્યવાહી કરી માનવ વધનો કેસ થવો જોઈએ. ભરૂચ જિલ્લાન ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય વિભાગના અધિકારી શ્રી વાઘેલા સાહેબે જણાવ્યું હતું કે “પી.આઈ.ઇન્ડસ્ટ્રીઝમાં થયેલ અકસ્માતમાં કુલ પાંચ વ્યક્તિઓના મૃત્યુ થયા છે અને અકસ્માત બનેલ એકમ (MPP5 પ્લાન્ટ) ને હાલ ક્લોઝર આપેલ છે.”

Advertisement

Share

Related posts

ભરૂચ સિવિલ હોસ્પિટલમાં જનરલ ઓપીડી શરૂ થતા દર્દીઓનો ધસારો જોવા મળ્યો હતો.

ProudOfGujarat

ભરૂચ : માં દશામાંની મૂર્તિનું વિસર્જન કરવા બાબતે યોગ્ય માર્ગદર્શન આપવા આવેદનપત્ર પાઠવાયું.

ProudOfGujarat

“गोल्ड” के निर्माताओं ने आईमैक्स फॉरमेट के साथ बढ़ाया दर्शकों का उत्साह!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!