Proud of Gujarat
INDIAFeaturedGujarat

જામનગર : વેકસીનેશનનો આંકડો ૧૦૦ કરોડને પાર થતા ભારતીય જનતા યુવા મોરચા દ્વારા વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો.

Share

સમગ્ર ભારતમાં કોરોના વેકસીનેશનનો આંકડો ૧૦૦ કરોડને પાર થતા જામનગર ભારતીય જનતા યુવા મોરચા અને જામનગર મહાનગરપાલિકા દ્વારા વિદ્યાર્થીઓને સાથે રાખી ૧૦૦ નો આંકડો બનાવી અભિવાદન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

આજે સવારે જામનગર ભારતીય જનતા યુવા મોરચા દ્વારા શહેરની સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને અનુશાસિત કરી ૧૦૦ નો આંકડો બનાવી હારબંધ વિદ્યાર્થીઓને ઉભા રાખી વેકસીનેશન કામગીરી ૧૦૦ કરોડને પાર થતા અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મેયર બીનાબેન કોઠારી, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય આર.સી. ફળદુ, ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા), ડે.મેયર તપનભાઇ પરમાર, શહેર અધ્યક્ષ ડો.વિમલ કગથરા, સ્ટે.ચેરમેન મનીષભાઇ કટારિયા, શાસકપક્ષના નેતા કુસુમબેન પંડયા, મીડીયા સેલના કન્વીનર ભાર્ગવભાઇ ઠાકર સહિતના ભાજપના આગેવાનો તથા કાર્યકરો હાજર રહ્યા હતા.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર શહેર પોલીસે છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલ આરોપીની અમદાવાદના સરખેજ પોલીસ મથકથી ટ્રાંસફર વોરન્ટથી અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

ProudOfGujarat

સુરતના સરથાણા વિસ્તારમાં દિલ્હીની ઈનોવા કાર વેચવા આવેલ બે હત્યાનો આરોપી સ્થાનિક લોકોની સમયસૂચકતાને પગલે ઝડપાયો હતો.

ProudOfGujarat

માંગરોળ : શ્રીમતી એલ. પી. ડી. પટેલ સાર્વ. વિદ્યાલયમાં ધો. 12 નાં વિદ્યાર્થીઓ માટે ‘6 STEPS TO SET A GOAL’ કાર્યક્રમનું આયોજન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!