Proud of Gujarat
FeaturedGujaratINDIA

જામનગરના પ્રાણત પાસના ટ્રસ્ટના સભ્યોએ ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ નિહાળી.

Share

જનગણમાં યોગ, ધ્યાન, પ્રાણ ઉપાસના અને અન્ય રૂઢિગત સાધના પદ્ધતિ, ચિકિત્સા પદ્ધતિનાં પ્રચાર, પ્રસાર માટે બહુ જ નજીકનાં ભવિષ્યમાં પ્રસ્થાપિત થવા જઈ રહેલા પ્રાણોપાસના ટ્રસ્ટ દ્વારા તેમજ સ્થાનિય ધારાસભ્ય તેમજ પૂર્વમંત્રી (ગુજરાત રાજ્ય) ધર્મેન્દ્રસિંહ મેરુભા જાડેજા (હકુભા) નાં સહયોગથી આશરે 300 થી વધુ યોગશિક્ષકો માટે બહુચર્ચિત રાષ્ટ્રવાદી ફિલ્મ “ધી કશ્મીર ફાઇલ્સ” જોવાનો કાર્યક્રમ યોજાયો હતો.

આજનો આ કાર્યક્રમ નજીકના ભવિષ્યમાં એસ્ટબ્લીશ થનારા પ્રાણોપાસના ટ્રસ્ટ માટે એક સફળ સફળ પ્રોગ્રામ સાબિત થયો હતો, આ અવસર પર આ ટ્રસ્ટ અને તેની મૂલ્યવાન પ્રવૃત્તિઓ સાથે સૌ ભારતીય નાગરિક ઉમંગભેર જોડાય અને રાષ્ટ્ર માટે પોતાનું યોગદાન આપે તેમજ પોતે, પોતાના પરિવાર અને સ્વજનો માટે એક સ્વસ્થ, સંતુલિત, આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવે એવી ટ્રસ્ટનાં પ્રમુખ બહેન હર્ષિતા મહેતા દ્વારા અપીલ કરાઈ હતી.

Advertisement

આ તકે ટ્રસ્ટનાં ટ્રસ્ટી વિજયસિંહ અજીતસિંહ જાડેજા દ્વારા આયોજનથી માંડી અને કાર્યક્રમ સમગ્ર રીતે – સાચી રીતે સફળ બને તેની તકેદારી સાથે જવાબદારીપૂર્વક પાર પાડવામાં આવ્યો હતો.


Share

Related posts

જાયન્ટસ ગ્રુપ ઓફ ભરૂચ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરાયું.

ProudOfGujarat

જૂની જીથરડી ખાતે જુગાર રમતા પાંચ ઈસમો ૧૧૪૨૦ ના મુદ્દા માલ સાથે ઝડપાયા

ProudOfGujarat

બાલાજી ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત ઋષિ કુલ ગૌધામ દ્વારા માંગરોળનાં પી.એસ.આઈ.નું સન્માન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!