Proud of Gujarat
FeaturedGujaratINDIA

જામનગર : ખંભાળિયા ધોરીમાર્ગ પર વસઈ નજીક ખાનગી શાળામાં તસ્કરોએ 25 હજારની મત્તાની ચોરી કરી ફરાર

Share

જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર વસઈ ગામ નજીક આવેલી જે.પી. મોદી સ્કૂલમાં શુક્રવારની મધ્યરાત્રિના 02:05 થી 02:17 સુધીના 12 મિનિટના સમય દરમિયાન બુકાનીધારી ચાર અજાણ્યા તસ્કરો ત્રાટક્યાં હતાં. સ્કૂલની દિવાલ કુદી દરવાજાની ગ્રીલનું તાળુ તોડી અંદર પ્રવેશ કર્યો હતો. જે બાદ ઓફિસમાં રહેલી તીજોરીમાંથી રૂા.20 હજારની રોકડ રકમ અને રૂા. 5 હજારની કિંમતની સ્માર્ટ વોચ મળી કુલ રૂા.25 હજારની કિંમતની માલમતાની ચોરી કરી ગયા હતાં. આ ચોરીની શાળાના પ્રિન્સીપાલ ઉન્નતીબેન જોશી દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા પીએસઆઈ એ.વી. સરવૈયા તથા સ્ટાફે સીસીટીવી ફુટેજ મેળવી તસ્કરોનું પગેરૂ મેળવવા ચક્રો ગતિમાન કર્યા હતાં.

Advertisement

Share

Related posts

ભરૂચ ફલશ્રુતિનગર વિસ્તારમાં કોવિડ સારવાર માટે ખાનગી હોસ્પિટલને પરવાનગી અપાતાં રહીશોમાં રોષની લાગણી ભરૂચ જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat

ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ વિસ્તારમાંથી વિદેશી દારૂ ઝડપી પાડતી એલ.સી.બી.

ProudOfGujarat

આર.ટી.ઇ.એક્ટ અંતર્ગત જિલ્લાની ૧૮૮ ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૨૫ ટકા મફત પ્રવેશ આપવામાં  આવશે…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!