Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : તા.૯ મી જાન્યુઆરીએ કેવડીયા-સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે.

Share

રાજપીપલા, ગત વર્ષની જેમ ચાલુ વર્ષે પણ નર્મદા જિલ્લા વહિવટીતંત્ર અને ગુજરાત પ્રવાસન નિગમ લિ., ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે તા.૯ મી જાન્યુઆરી, ૨૦૨૦ ને ગુરૂવારના રોજ સવારે ૯-૦૦ કલાકે સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક કેવડીયામાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૦ યોજાશે. જેમાં વિવિધ ૧૫ દેશના આંતરરાષ્ટ્રીય કક્ષાના ૫૦ અને ભારતના વિવિધ ૮ રાજ્યોના ૩૯ સહિત કુલ- ૮૯ પતંગબાજો આ પતંગ મહોત્સવમાં ભાગ લેશે. કેવડીયાના આંગણે થનારી આંતરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણીને લીધે દેશ-વિદેશના અવનવા પતંગો સાથેના કરતબો માણવાના અદભૂત અવસરનો લાભ લેવાની સોનેરી તક પ્રાપ્ત થશે. નર્મદા જિલ્લા કલેકટર મનોજ કોઠારીના અધ્યક્ષપદે આજે રાજપીપલા કલેકટરાલયના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા વિકાસ અધિકારી ડૉ. જીન્સી વિલીયમ, જિલ્લા પોલીસ અધિક્ષક હિમકર સિંહ, નિવાસી અધિક કલેકટર એચ.કે.વ્યાસ, સ્ટેચ્યુ ઓફ યુનિટીના નાયબ કલેકટરશ્રી નિલેશ દુબે અને માંડોત, ગુજરાત પ્રવાસન નિગમના ઇવેન્ટ મેનેજર તુષાર ગૌર સહિત જિલ્લાના અમલીકરણ અધિકારીઓની ઉપસ્થિતિમાં કેવડીયાના આંગણે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણીના સુચારા આયોજન અંગે યોજાયેલી બેઠકમાં ઉપરોકત માહિતી પૂરી પડાઇ હતી.બેઠકને સંબોધતા જિલ્લા કલેકટર અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય વહીવટદાર મનોજ કોઠારીએ સમગ્ર કાર્યક્રમ સુઆયોજિત રીતે સંપન્ન થાય તે માટે તમામ પ્રકારની વ્યવસ્થાઓ માટે જુદા જુદા અમલીકરણ અધિકારીઓને સોંપાયેલી જવાબદારીઓ અને ફરજો સંદર્ભે સુક્ષ્માતિસુક્ષ્મ બાબતોની પૂરતી કાળજી રાખીને જે તે જવાબદારીઓ સુપેરે નિભાવી આ ઉજવણીને સફળ બનાવવા ટીમ નર્મદાને ખાસ અનુરોધ કર્યો હતો.

રાજપીપળા આરીફ જી કુરેશી.

Advertisement

Share

Related posts

દેડિયાપાડા, સાગબારા અને તિલકવાડા બાર એસો.ની ચૂંટણીમાં નવા પ્રમુખ ઉપપ્રમુખ ચૂંટાયા.

ProudOfGujarat

આવતીકાલે સમગ્ર ગુજરાતમાં વેક્સિનેશન બંધ : વેક્સિનનો સ્ટોક મર્યાદિત હોવાથી બંધ રખાયું હોવાની ચર્ચા.

ProudOfGujarat

ભરૂચ : આદિવાસી સમાજને અંગત અદાવતમાં હેરાનગતિ કરાતા BTTS અને BTP દ્વારા જિલ્લા કલેકટરને આવેદન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!