Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદ ઇન્દોર હાઇવે પર પોલીસે ટ્રકમાં લઈ જવાતો લાખોની કિંમતનો પોશડોડાનો જથ્થો ઝડપી પાડયો

Share

ખેડા જિલ્લાના કઠલાલ પંથકમાં સ્થાનિક પોલીસે ટ્રકમાં ઘઉના કટ્ટાની આડમાં લઈ જવાતો લાખોની કિંમતનો પોશડોડાનો જથ્થો ઝડપી લીધો છે. પોલીસે આ પોશડોડાના જથ્થા સાથે ટ્રક ચાલક અને ક્લીનરની અટકાયત કરતાં અન્ય ૩ વ્યક્તિઓની સંડોવણી ખુલ્લી છે. રૂપિયા ૮૧.૬૮ લાખના પોશ ડોડાનો જથ્થો સાથે ટ્રક મળી કુલ રૂપિયા ૧ કરોડ ૧ લાખ ૩૨ હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. અને તમામ સામે  ગુનો નોંધી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કઠલાલ પોલીસને બાતમી મળી હતી કે મોટી માત્રામાં નશીલો ગાંજો છુપાવી લઈ જતી ટ્રક અમદાવાદ ઈન્દોર હાઇવે પર થઈ પસાર થવાની છે. પોલીસ ટીમ અમદાવાદ ઈન્દોર હાઇવે રોડ પર આવેલ લાડવેલ પીકઅપ સ્ટેન્ડ ખાતે વોચમાં ઉભા હતા તે  સમયે બાતમી વાળી ટ્રક ત્યાં આવતા પોલીસે અટકાવી હતી અને પોલીસે ટ્રકની તલાસી લેતાં ઘઉંના કટ્ટા મળી આવ્યા હતા. જેને ઉથલાવી જોતાં ૧૨૫ નંગ પ્લાસ્ટીકની કોથળીઓમાં ભરેલ નસીલા વનસ્પતિ જન્ય પોશડોડા ૨૭૭૦ કિ.ગ્રા ૮૦૦ ગ્રામ કુલ કિમત રૂપિયા ૮૧ લાખ ૬૮ હજાર ૪૦૦નો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે પોશ ડોડાનો જથ્થો, ટ્રક, ઘઉંના કોથળા અને રોકડા રૂપીયા ૧૮ હજાર ૩૦૦ સહિત કુલ રૂપિયા ૧ કરોડ ૧ લાખ ૩૨ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સાથે પોલીસે ટ્રકના ચાલક અને ક્લીનર ગ્યારસી કલ્યાણ રેગર રહે. ભીલવાડા રાજસ્થાન અને નેમી કલ્યાણ રેગર રહે. ભીલવાડા રાજસ્થાનની અટકાયત કરી છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

ઝઘડીયા જીઆઇડીસીની યુપીએલ-૫ ખાતે ગાલા ઇવેન્ટ ઉપલક્ષ્ય‌ યોજાયો.

ProudOfGujarat

ભરુચ સ્ટેશન રોડ મિશ્રશાળામાં લાઈફ સ્કીલ મેળો યોજાયો.

ProudOfGujarat

માંગ૨ોળ તાલુકામાં પૂર્વ કેબીનેટ મંત્રી ગણપતસિંહ વસાવાના હસ્તે રૂા.૫.૧૯ કરોડ વિકાસના કામોનું લોકાર્પણ/ખાતમુહુર્ત કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!