Proud of Gujarat
FeaturedGujaratINDIA

ખેડા જિલ્લામાં ગત વર્ષે ઓછા વરસાદને કારણે ઉનાળાના સમયમાં તળાવો સુકાઈ જતા ખેડૂતો સિંચાઇ માટે પાણી વિહોણા.

Share

ખેડા જિલ્લામાં ગત વર્ષે ઓછા વરસાદના પગલે ખેડા જિલ્લા પંચાયત હસ્તક નાની સિંચાઇના પાંચ તળાવો પુરતાં ભરાયા ન હતા. જેને લઇને ઉનાળાના પ્રારંભના દિવસોમાં જ પાંચ પૈકી બે તળાવો પાણી વિના ખાલીખમ થઇ ગયા છે. જેમાં જિલ્લાનું સિંચાઇ માટે ગણાતું સૌથી મોટું સાવલી તળાવ અને ઠાસરાના મતેવાલ તળાવનો સમાવેશ થાય છે. જેને લઇને ખેડૂતોની સિંચાઇ પાણી વિના સેંકડો હેકટર જમીન પડતર પડી રહી છે. ખેડા જિલ્લા પંચાયત હસ્તક નાની સિંચાઇના પાંચ તળાવો આવેલા છે. આ તળાવમાં મોટા પ્રમાણમાં પાણીનો સંગ્રહ થાય છે. આ પાણીનો જથ્થો ખેડૂતોને ખેતરમાં પિયત માટે આપવામાં આવે છે. જેનો હજારો ખેડૂતો લાભ લે છે. અને સિંચાઇના પાણીથી ખેડૂતો પાક વાવેતર કરીને સારી ઉપજ મેળવે છે.

જિલ્લા પંચાયત હસ્તક કપડવંજમાં આવેલ સાવલી તળાવ ૫૫૭ એકર અને વઘાસ તળાવ ૨૨૧.૫૮ એકર જમીનમાં પથરાયેલ છે. ઠાસરાના મતેવાલ તળાવ ૩૫.૫૬ એકર ગળતેશ્વરના વાંઘરોલી ૧૯૭ એકર, ઠાસરાના રાણીપોરડા તળાવ ૪૪૩ એકર જમીનમાં છે. આ તળાવમાં વરસાદી પાણીનો સંગ્રહ કરીને ખેડૂતોને સિંચાઇ માટે આપવામાં આવે છે. તંત્ર દ્વારા ખેડૂતો પાસેથી સિંચાઇનો પિયાવો પણ વસુલવામાં આવે છે. કોરોનાના કપરાના કાળ ગણાતાં વર્ષ ૨૦૨૦ અને ૨૦૨૧ માં વરસાદ પણ ઓછો પડયો હતો. જેથી ઉપરોકત પાંચેય તળાવ પુરતાં પ્રમાણમાં ભરાયા ન હતા. સાવલી તળાવ ઉનાળાના પ્રાંરભ ચૈત્ર માસના પ્રથમ વિકમાં પાણીનો જથ્થો ખાલીખમ થઇ ગયો હતો. આ તળાવ સુકુભદ્ર બની ગયું છે. તેમજ ઠાસરા તાલુકાના મતેવાલ તળાવમાં પણ પાણીનો જથ્થો રહ્યો નથી જેથી આ તળાવમાં પણ ખાલીખમ થઇ ગયું છે. જયારે બાકીના વાંઘરોલી તળાવમાં જળસપાટી ૨૧.૮૨ એમસીએફટી, રાણીપોરડા તળાવમાં ૫૨.૫૩ એમસીએફટી, વઘાસ તળાવમાં ૦૩.૪૧ એમસીએફટી જથ્થો રહ્યો છે.જેને લઇને તળાવના તળિયા દેખાઇ રહ્યા છે. ગરમી પોતાનો મિજાજ બતાવે છે તે પ્રમાણે આ ત્રણેય તળાવમાં આગામી ટૂંક દિવસોમાં પાણીનો જથ્થો ખાલી થઇ જશે તેવી શકયતાં છે. તળાવમાં પાણીનો જથ્થો ઓછો હોવાથી સિંચાઇ માટે આપવાનું બંધ કરી દેવામાં આવ્યુ હોવાનું જાણવા મળેલ છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

ભરૂચમાં તસ્કરો બન્યા બેફામ તુલસીધામ વિસ્તારમાં ચોરીનો બનાવ બન્યો.

ProudOfGujarat

અંકલેશ્વર ખાતે ભરૂચ જિલ્લા ભાજપની જિલ્લા કારોબારી બેઠક મળી.

ProudOfGujarat

ગાંધીનગરના પૂર્વ કલેક્ટર એસ.કે લાંગાની ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!