Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

મહેમદાવાદ નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારોનો ડોર ટુ ડોર પ્રચાર તેજ

Share

(યજુવેન્દ્રસિંહ ચુડાસમા)

મહેમદાવાદ નગરપાલિકાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે દિવસે ડોર ટુ ડોર પ્રચાર અને રાત્રે ખાટળા બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે ઉમેદવારો જીત માટે એડીચોટી નું જોર લગાવી રહ્યા છે. શહેર નાં વિવિધ વિસ્તારોમાં ઠેર ઠેર ઉમેદવારી પેનલના બોર્ડ તો કેટલીક જગ્યાએ સિંગલ ઉમેદવારનું કટઆઉટ મુકવામાં આવ્યું છે. તદુપરાંત સોશ્યલ મીડિયા માં પણ ઉમેદવારો પ્રચાર – પ્રસાર કરી રહ્યા છે ત્યારે કેટલાક ઉમેદવારોએ વ્હોટસેપ, વ્હોટસેપ ગ્રુપ, ફેસબુક, ઇન્સ્તાગ્રામ દ્વારા પર પોતાની પેનલને કે પોતાને વિજયી બનાવવાનાં અપીલ કરતાના મેસેજ વહેતા કર્યા છે. જ્યારે ઉમેદવારો મોડી રાત સુધી પોતાના વોર્ડમાં જનસંપર્ક કરતા નજરે ચડે છે. ઉપરાંત રાત્રી બેઠકોમાં ચા-નાસ્તાની લિજ્જત સાથે મતદારોને રીઝવવાનો પ્રયાસ કરે રહ્યા છે. જેઠા આવનાર નગરપાલિકાની ચૂંટણી રસાકસી ભરી રહેવાની શકયતાઓ જાગૃત નાગરિક સેવી રહ્યા છે.

Advertisement

 


Share

Related posts

ભરૂચ : નેત્રંગનું ગૌરવ-ધોરણ ૧૨ કોમર્સ (CBSE) માં ૯૨ ટકા પ્રાપ્ત કરી શાળામાં પ્રથમ.

ProudOfGujarat

વડોદરા જિલ્લાની સ્વસહાય જૂથની મહિલાઓના ઉત્કર્ષ માટે વહિવટી તંત્ર દ્વારા ‘કેશ ક્રેડિટ કેમ્પ’ યોજાયો.

ProudOfGujarat

“એક ભારત શ્રેષ્ઠ ભારત” ઉક્તિને ચરિતાર્થ કરતા પિરામીડ ડાન્સનું પ્રદર્શન તિલકવાડાનાં જવાહર નવોદય વિદ્યાલયના બાળકોએ કર્યું.

ProudOfGujarat
error: Content is protected !!