Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળના વાંસોલી ગામે દીપડાએ વાછરડીનું મારણ કર્યું

Share

માંગરોળ તાલુકાના વાંસોલી ગામે દીપડાએ વાછરડીનું મારણ કરતાં પશુ પાલકે આ ઘટનાની જાણ વન વિભાગને કરી હતી. વાંસોલી ગામે રહેતા રણછોડભાઈ લલ્લુભાઈ પટેલ ખેતી અને પશુપાલન કરે છે ગત રાત્રી દરમિયાન તેમના ઘરની બાજુમાં આવેલ કોઢારામાં તેમણે એક છ માસની વાછરડી બાંધી હતી ત્યારે મોડી રાત્રે શિકારની શોધમાં આવેલા દીપડાએ વાછરડીનું મારણ કર્યું હતું. આ ઘટનાની જાણ વાંકલ વન વિભાગ રેન્જ કચેરીને કરવામાં આવતા વન વિભાગ દ્વારા ખેડૂતને થયેલા નુકસાન અંગે હાલ વળતરની કાર્યવાહી કરવામાં આવી હતી.

વિનોદ મૈસૂરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ઝઘડીયા તાલુકામાં બે દિવસ દરમ્યાન સાત નવા કોરોના કેસ સાથે કુલ આંક ૯૫

ProudOfGujarat

મહેમદાવાદના જરાવત કેનાલ પાસે બે મોટરસાયકલ વચ્ચે અકસ્માતમાં એકનું મોત

ProudOfGujarat

બાલિકા વધુની ગહેનાએ કંઈક આ અંદાજનાં તસ્વીર મૂકી તેના ચાલકોને પાઠવી ઈદની શુભેચ્છાઓ…!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!