Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : ભારતીય વિદ્યા ભવન્સ જી.આઇ.પી.સી.એલ એકેડમી, નાની નરોલીમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અને વિશ્વ સંગીત દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી કરાઇ.

Share

 ભારતીય વિદ્યા ભવન્સ જી.આઇ.પી.સી.એલ એકેડમી,નાની નરોલીમાં 21 જૂન 2023 ના રોજ  “YOGA FOR VASUDHAIVA KUTUMBAKAM” અર્થાત્,  “વસુધૈવ કુટુમ્બકમ માટે યોગ, ‘એક પૃથ્વી, એક કુટુંબ અને એક ભવિષ્ય’ માટેની આપણી સામૂહિક આકાંક્ષાને અસરકારક રીતે સમાવિષ્ટ કરે છે.” આ થીમ અંતર્ગત આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તથા વિશ્વ સંગીત દિવસની ઉજવણી અંતર્ગત આચાર્યની સાથે મળીને શાળાના બધા શિક્ષકો તથા ધોરણ 1 થી 12 ના બધા વિદ્યાર્થીઓએ અને વાલીમિત્રોએ મળીને યોગાસન-પ્રાણાયામ કર્યા. હાર્ટફૂલનેસ રીલેક્સેશન શાળામાં રોજ થતી પ્રવૃત્તિ છે, જેનાથી સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં તેમને અનેક ઘણો લાભ પ્રાપ્ત થાય છે. હાર્ટફૂલનેસ રીલેક્સેશનથી વિદ્યાર્થીઓ તણાવમુક્ત બને છે અને હવેથી આ પ્રક્રિયા દરેક કાર્યક્રમના આરંભમાં કરાવવામાં આવે છે.
 
21 જૂનના રોજ સવારે શાળામાં કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી, ધોરણ 1 થી 12 નાં વિદ્યાર્થીઓને ટાઉનશિપમાં ક્રિકેટ ગ્રાઉન્ડમાં લઈ જઈ યોગાસન અને સંગીત કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. શાળામાં શિક્ષિકાઓ અને વિદ્યાર્થિનીઓ દ્વારા વિવિધ યોગાસન અને પ્રાણાયામ ભારત સરકારનાં માર્ગદર્શન અનુસાર કરાવવામાં આવ્યા. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસર પર આચાર્ય દ્વારા જણાવવામાં આવ્યું હતું કે બાળક યોગ અને પ્રાણાયમ દ્વારા શારીરિક રીતે સ્વસ્થ અને સવારે વહેલા ઊઠીને યોગા કરે તે તેમનાં માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે ફાયદાકરક છે. શાળાના આચાર્ય તથા વિદ્યાર્થીઓ દ્વારા યોગના વિવિધ આસનો તથા પ્રાણાયામની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. વિશ્વ સંગીત દિવસની ઉજવણી નિમિત્તે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ વાંજિત્રો વગાડીને સુંદર સંગીતમય પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને સંગીત શિક્ષક અને વિદ્યાર્થિની દ્વારા સંગીતમય ગીત પણ પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. શાળાનાં આચાર્ય દ્વારા લાફિંગ એક્સરસાઇઝ કરાવીને રમુજી માહોલ બનવવામાં આવ્યો. આ રીતે વિવિધ કાર્યકમો બાળકોના સર્વાંગી વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ હેતુથી શાળાની વિદ્યાર્થીની દ્વારા આભાર વ્યક્ત કરીને કાર્યક્રમનું સમાપન રાષ્ટ્રગાન સાથે કરવામાં આવ્યું.
 

Advertisement

Share

Related posts

ભરૂચ એલસીબી પોલીસે આગામી હોળી ધુળેટી પર્વ નિમિત્તે મોટી માત્રામાં મંગાવેલ દારૂનાં જથ્થાને પાલેજ નજીક ભરૂચનાં ગોલ્ડન બ્રિજ ખાતેથી લકઝુરિયર્સ કારમાંથી ઝડપી પાડયો હતો.

ProudOfGujarat

ભરૂચ : વાલિયા ખાતે તીન પત્તીનો જુગાર રમતા પાંચ ઇસમો ઝડપાયા.

ProudOfGujarat

કાયદાના ધજાગરા…ભરૂચ – મહંમદપુરા શેઠ કોમ્પ્લેક્ષ પાસે જાહેર માર્ગ પર તીક્ષ્ણ હથિયાર સાથે અસામાજિક તત્વોનો આતંક, મોડી રાત્રે વિસ્તારને માથે લીધું, સ્થાનિકોમાં રોષ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!